પીડબલ્યુડીના કર્મચારીઆેએ પોતાની માંગણી અંગે કર્યા સુત્રોચ્ચાર

September 12, 2018 at 2:10 pm


ગુજરાત રાજય કર્મચારી સંકલન સમિતીના નેજા હેઠળ આજે બપોરે પીડબલ્યુડીના કર્મચારીઆેએ પોતાના પડતર પ્રશ્નો અંગે સુત્રોચ્ચાર કરીને મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે જેમાં ફીકસ કર્મચારીઆેને હાઇકોર્ટના ચુકાદા પ્રમાણે નિમણુંક તારીખથી પુરો પગાર આપવો, સાતમા પગાર પંચ અન્વયે બાકી રહેતા ભથ્થા, સીએલ, એચઆરએ, મેડીકલ, શિક્ષણભથ્થુ અને ઉચ્ચતર પગારધોરણ આપવા, પેન્શન યોજના ચાલુ કરવી, આઉટસોસીગથી ભરતી પ્રથા બંધ કરવી, વયમર્યાદા 58 ને બદલે 60 કરવી, ડ્રાઇવર, પટ્ટાવાળા અને ચોથા વર્ગના કર્મચારીની ભરતી ચાલુ કરવી, કર્મચારીઆેને દસ લાખની મર્યાદામાં મેડીકલ કાર્ડ આપવું, વીમા કવચ આપવું, બઢતી પ્રqક્રયા કરવી, 50 વર્ષની મર્યાદા બાદ કર્મચારીઆેને તમામ પરીક્ષાઆેથી મુકિત આપવી. કોમ્પ્યુટરની તાલીમ આપવામાં આવે, સીસીસીની કાયમી ધોરણે પરીક્ષામાંથી મુકિત આપવામાં આવે, રાહતદરે પ્લોટ આપવા, સાતમા પગાર પંચનો લાભ આપવા સહિતની માંગણીઆે કરી છે.

Comments

comments

VOTING POLL