પીપરટોડા ગામે ગૌચરની જમીનમાં ગેરકાયદેસર બાંધકામ અટકાવવા ગ્રામપંચાયતની રીટ પીટીશન

September 12, 2018 at 1:58 pm


પીપરટોડા ગામે આવેલી ગૌચરની જમીનમાં ખાનગી કંપની દ્વારા ગેરકાયદેસર દબાણ કરી વોટરસંપના બાંધકામને અટકાવવા માટે ગ્રામપંચાયત દ્વારા હાઇકોર્ટમાં રીટપીટીશન કરવામાં આવતાં હાઇકોર્ટે કોન્ટ્રાકટરને હાજર થવા આદેશ કર્યો છે. સૌની યોજના તળે અન્ડરગ્રાઉન્ડ પાઇપલાઇન અને વોટર સંપના બાંધકામનો કોન્ટ્રાકટ સરકાર દ્વારા મેઘા એન્જીનીયર એન્ડ ઇન્ફ્રાસ્ટ્રકચર કંપની લીમીટેડને આપવામાં આવ્યો છે આ યોજનામાં સમાવિષ્ટ થયેલી જમીનને બદલે પીપરટોડા ગામની ગૌચરની જમીનમાં કોન્ટ્રાકટર દ્વારા ગેરકાયદેસર રીતે વોરસંપનું બાંધકામ શરૂ કરવામાં આવેલું. પીપરટોડા ગામના લોકો અને ગ્રામ પંચાયતના સભ્યો દ્વારા આ ગેરકાયદેસર રીતે ગૌચરમાં થતાં બાંધકામ સામે વિરોધ કરેલો અને આ અંગે ધારાસભ્ય વિક્રમભાઇ માડમ પાસે રજુઆત પણ કરી હતી, ગ્રામ પંચાયત દ્વારા એકઝીકયુટીવ એન્જીનીયર સહીત સિંચાઇ ખાતાની કચેરીઆેમાં અને કલેકટર કચેરીઆેમાં રજુઆત કરવામાં આવી હતી.

થર્ડ પાટીર્ એજન્સી દ્વારા કરવામાં આવતા સુપર વિઝનમાં પણ સંપાદિત કરવામાં આવેલ જમીન સિવાયની જગ્યામાં બાંધકામ થતું હોય આ બાંધકામ અટકાવવા સુચના આપી હતી, આમ છતાં કોન્ટ્રાકટર કંપનીના ડાઇરેકટર નિવાસ રેડી દ્વારા તમામ સ્ટાફ અને યંત્ર સામગ્રી ગોઠવી આ ગેરકાયદેસર કામ હાથ ધરેલ આથી પીપરટોડા ગ્રામ પંચાયત દ્વારા નામદાર ગુજરાત હાઇકોર્ટમાં સિંચાઇ ખાતા, કલેકટર અને કોન્ટ્રાકટર કંપની સામે આ ગેરકાયદેસર કામ અટકાવવા ગુજરાત હાઇકોર્ટમાં રીટ દાખલ કરવામાં આવેલી છે. તા.11-9-2018ના રોજ ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયમુતિર્ નામદાર આર.સુભાષ રેડી અને વિપુલ પંચોલીની ડીવીઝન બેચમાં આ અરજીની સુનાવણી તથા નામદાર અદાલતે રીટ દાખલ કરી કલેકટર જામનગર, સિંચાઇ વિભાગના એન્જીનીયર અને કોન્ટ્રાકટર પેઢી સામે માંગ્યા મુજબ દાદ કેમ ન આપવી તે માટે કારણદર્શક નોટીસનો હુકમ કર્યો છે. પીપરટોડા ગામમાં સ્થળ ઉપર ગામલોકો અને કોન્ટ્રાકટ પેઢી વચ્ચે ચાલતો વિવાદ હાઇકોર્ટમાં પહાેંચ્યો છે, પીપરટોડા ગ્રામપંચાયત તરફે વકીલ આકાશ શાહ અને વી.એચ. કનારા રોકાયા છે.

Comments

comments