પી.જી. મેડિકલના વિધાર્થીઓને મોટી રાહત: રૂા.૧૦ લાખના બોન્ડની પ્રથા હાઇકોર્ટે રદ કરી

April 13, 2019 at 4:30 pm


પી.જી. મેડિકલના વિધાર્થીઓ પાસે રૂા.૧૦ લાખના લેવાતા બોર્ડની પ્રથા ગુજરાત હાઈકોર્ટે રદ કરી છે અને સરકારની બોન્ડનીતિ ગેરવ્યાજબી અને ગેરબંધારણીય હોવાનું અવલોકન કરીને સરકારને ફટકાર લગાવી છે.

પી.જી. મેડિકલના વિધાર્થીઓને અભ્યાસ પુરો કર્યા બાદ ત્રણ વર્ષ ગામડાંમાં ફરજિયાત રીતે સેવા આપવાની હોય છે અને જો કોઈ વિધાર્થી આવી સેવા ન આપે તો તેને રૂા.૧૦ લાખ સરકારમાં જમા કરાવવા પડે છે. જો વિધાર્થી આમ ન કરે તો તેને પી.જી. મેડિકલની ડિગ્રી આપવામાં આવતી નથી.
પી.જી. મેડિકલમાં નેશનલ કવોટામાંથી એડમિશન લઈને ગુજરાતમાં અભ્યાસ કરતાં વિધાર્થીઓએ સરકારના આ પ્રકારના નિર્ણયનો વિરોધ કરીને થોડા સમય અગાઉ હાઈકોર્ટમાં રિટ કરી હતી અને હાઈકોર્ટે તેમની આ રીટ મંજૂર રાખી પી.જી. મેડિકલના નેશનલ કવોટાના વિધાર્થીઓ પાસેથી બોન્ડ ન લઈ શકાય તેમ જણાવી રૂા.૧૦ લાખના બોન્ડ રદબાતલ કરવાનો નિર્ણય જાહેર કર્યેા હતો. નેશનલ કવોટાના વિધાર્થીઓ માટે હાઈકોર્ટના ચૂકાદાને બેઈઝ બનાવીને સ્ટેટ કવોટાના વિધાર્થીઓએ પણ હાઈકોર્ટમાં રિટ કરી હતી અને વધારામાં એવી દલીલ કરી હતી કે, ૧૦ લાખની બેન્ક ગેરંટી (બોન્ડ) લેવાનો નિયમ ઘડાયો ત્યારે વિધાર્થીઓ પી.જી. મેડિકલમાં પ્રવેશ લઈ ચૂકયા હતા. આ બોન્ડનો નિયમ માત્ર ઓપન બેઠકમાં ઉંચા મેરીટથી પ્રવેશ મેળવતા વિધાર્થીઓને જ લાગુ પડે છે. આ ઉપરાંત આ નિયમ માત્ર સરકારી મેડિકલ કોલેજમાં પ્રવેશ લેતા વિધાર્થીઓને જ લાગુ પાડવામાં આવ્યો છે. કોઈ કિસ્સામાં યારે મધ્યમ વર્ગનો કે ગરીબ વર્ગનો વિધાર્થી રૂા.૧૦ લાખનો બોન્ડ ન ભરી શકે તો તેને ડિગ્રી આપવામાં આવતી નથી. સામેપક્ષે સરકારે એવી દલીલ કરી હતી કે, મેડિકલ કોલેજના વિધાર્થીઓના અભ્યાસ પાછળ ગુજરાત સરકાર દર વર્ષે કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે. ગ્રામ્ય વિસ્તારમાં ડોકટરોની અછત છે. આ બાબતને ધ્યાનમાં રાખી બોન્ડ ફરજિયાત બનાવ્યો છે. જો કે, હાઈકોર્ટે સરકારની આ દલીલને ગ્રાહ્ય રાખી ન હતી અને જણાવ્યું હતું કે સરકારી મેડિકલ કોલેજના વિધાર્થીઓ પાછળ થતો ખર્ચ આવા મનસ્વી અને ગેરકાયદેસર ઠરાવો દ્રારા અને નિયમો દ્રારા વસુલી શકાય નહીં.

ગામડાંઓમાં ડોકટરોની અછત તે ગંભીર વિષય છે પરંતુ બોન્ડ લેવાનો નિયમ આ સમસ્યાનું નિવારણ નથી. સરકારે વ્યાજબી અને બંધારણિય રીતે આ અંગેના કોઈ નિયમો ઘડવા જોઈએ તેવી ટકોર પણ હાઈકોર્ટે પોતાના ચૂકાદામાં કરી છે

Comments

comments

VOTING POLL