પુણે ટેસ્ટ : આફ્રિકા ૨૭૫ રન કરીને આઉટ, ભારત મજબુત

October 12, 2019 at 8:28 pm


પુણે ખાતે રમાઈ રહેલી આઈસીસી ટેસ્ટ ચેÂમ્પયનશીપના ત્રીજા દિવસે આજે રમત બંધ રહી ત્યારે દક્ષિણ આફ્રિકાની ટીમ તેના પ્રથમ દાવમાં ૨૭૫ રન કરીને ઓલઆઉટ થઈ ગઈ હતી. આને સાથે ભારતને ૩૨૬ રનની મોટી લીડ મળી ગઈ છે. ભારતે પ્રથમ દાવમાં પાંચ વિકેટે ૬૦૧ રન બનાવ્યા હતા. આજે ત્રીજા દિવસે આફ્રિકાએ એક પછી એક વિકેટો નિયમિત ગાળામાં ગુમાવી હતી. જાકે, દક્ષિણ આફ્રિકા તરફથી ફિલાન્ડર અને મહારાજે બાજી સભાળી હતી અને આ બંનેએ ભારતીય બોલરોને મુશ્કેલીમાં મુક્યા હતા. બંનેએ ૯મી વિકેટની ભાગીદારીમાં ૧૦૯ રન ઉમેળ્યા હતા. ભારત તરફથી અશ્વિને ચાર અને ઉમેશ યાદવે ત્રણ વિકેટ ઝડપી હતી. આફ્રિકાની ટીમ ઓલઆઉટ થયા બાદ ભારતને હવે ૩૨૬ રનની લિડ મળી છે. આફ્રિકા તરફથી કેશવ મહારાજે ૧૩૨ બોલમાં ૧૨ ચોગ્ગાની મદદથી ૭૨ રન બનાવ્યા હતા. જ્યારે ફિલાન્ડર ૪૪ રન કરીને અણનમ રહ્યો હતો. દક્ષિણ આફ્રિકાના પુછડીયા બેટ્‌સેમેને લડાયક બેટિંગ કરી હતી. હવે આવતીકાલે ચોથા દિવસે મેચ નિર્ણાયક બની શકે છે. ભારતના પ્રથમ દાવમાં પાંચ વિકેટે ૬૦૧ રન દાવ ડિકલેરના જવાબમાં બીજા દિવસે આફ્રિકાએ ત્રણ વિકેટ ગુમાવીને ૩૬ રન કર્યા હતા. આજે આગળ રમતા આફ્રિકાએ ઝડપથી વિકેટો ગુમાવી હતી પરંતુ નવમી વિકેટની ભાગીદારીમાં સદીના રન બનતા ભારતીય બોલરો નિરાશ થયા હતા. ગઈકાલે વિરાટ કોહલીએ હવે સૌથી વધારે રેકોર્ડ સર્જવાના આંકડાને તોડવામાં સફળતા મેળવી હતી. વિરાટ કોહલી ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધારે બેવડી સદી ફટકારનાર ભારતીય બેટ્‌સમેન બની ગયો હતો. કોહલીએ ૮૧મી ટેસ્ટ મેચ રમતા ૧૩૮મી ઇનિંગ્સમાં આ સિદ્ધિ હાંસલ કરી હતી. સચિન તેંડુલકરે ૨૦૦ ટેસ્ટ મેચોમાં ૩૨૯ ઇનિંગ્સમાં તથા વિરેન્દ્ર સહેવાગે ૧૦૪ ટેસ્ટ મેચની ૧૮૦ ઇનિંગ્સમાં છ-છ બેવડી સદી ફટકારી હતી. વિરાટ કોહલીએ પોતાની બેવડી ઇનિંગ્સમાં કોઇ છગ્ગો ફટકાર્યો ન હતો. ત્યારબાદ પ્રથમ છગ્ગો ફટકાર્યો હતો. કોહલી જ્યારે ૨૦૮ રનના સ્કોર પર રમી રહ્યો હતો ત્યારે જીવનદાન મળ્યું હતું. મુત્થુસ્વામીના બોલિંગમાં તે કેચ આઉટ થયો હતો પરંતુ આ બોલને નો બોલ જાહેર કરાયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, ભારત વિશાખાપટ્ટનમ ખાતે રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચને જંગી અંતરથી જીતીને શ્રેણીમાં ૧-૦ની લીડ ધરાવે છે. હવે બીજી ટેસ્ટ મેચ જીતીને શ્રેણી જીતવા માટે ભારત ઉત્સુક છે.ભારતે પ્રથમ ટેસ્ટ મેચમાં ૨૦૩ રને ભવ્ય જીત મેળવી હતી. આ ત્રણ ટેસ્ટ મેચોની શ્રેણીના ભાગરૂપે બીજી ટેસ્ટ મેચ પણ વિશ્વ ટેસ્ટ ચેÂમ્પયનશીપનના ભાગરૂપે જ રમાઇ રહી છે. રવિચન્દ્ર અશ્વિન અને જાડેજાએ હજુ સુધી ૨૯ ટેસ્ટ મેચો રમી છે. જેમાંથી ભારતની ૨૨ ટેસ્ટ મેચોમાં જીત થઇ છે. જ્યારે છ ટેસ્ટ મેચો ડ્રો રહી છે.

Comments

comments