પુલવામાં થયેલ હુમલાને લઈ પાકિસ્તાની કલાકારો પર પ્રતિબંધ, યુટયુબ પરથી હટાવાયા ગીતો….

February 19, 2019 at 2:55 pm


કાશ્મીરના પુલવામામાં CRPFના 44 જવાનોનો ભોગ લેનારા આતંકવાદી હુમલાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. સોમવારે ‘ઓલ ઈન્ડિયા સિને વર્કર્સ એસોસિએશન’ (AICWA) દ્વારા સત્તાવાર રીતે પાકિસ્તાની અભિનેતાઓ અને તમામ કલાકારો પર બ્લેન્કેટ બાન મૂકી દેવાયો છે. આ બાબતનું એક સત્તાવાર સ્ટેટમેન્ટ પણ જારી કરવામાં આવ્યું છે. યાને કે હવે કોઈ પણ પાકિસ્તાની આર્ટિસ્ટ ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ નહીં કરી શકે.

તો સાથે જ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ કરતા પાકિસ્તાની અભિનેતાઓ અને આર્ટિસ્ટો પર સત્તાવાર રીતે પ્રતિબંધ મૂકવાની જાહેરાત કરીએ છીએ. તેમ છતાં જો કોઈ સંસ્થા પાકિસ્તાની કલાકારો સાથે કામ કરવાનો આગ્રહ રાખશે તો તેને AICWA દ્વારા તાત્કાલિક ધોરણે બૅન કરવામાં આવશે અને તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. દેશ માટે કંઈ પણ એમ જણાવી રાજ ઠાકરેની પાર્ટી ‘મહારાષ્ટ્ર નવનિર્માણ સેના’ દ્વારા મ્યુઝિક કંપનીઓએ પાકિસ્તાની ગાયકોનાં ગીતો ઉતારી લેવાની ધમકી અપાઈ હતી, બાદમાં ટી-સિરીઝે પાકિસ્તાની ગાયકોનાં ગીતો યુટ્યુબ પરથી ઉતારી લીધાં છે.

Comments

comments

VOTING POLL