પુલવામામાં હુમલાની ઉજવણી કરનાર કાશ્મીરની ચાર વિદ્યાર્થિની સામે દેશદ્રાેહનો કેસ

February 18, 2019 at 11:18 am


જયપુરમાં એક ખાનગી યુનિવસિર્ટીમાં ચાર કાશ્મીરી વિદ્યાર્થિનીઆે દ્વારા પુલવામામાં આતંકી હુમલાની ઉજવણીનો સંદેશ વોટસએપ પર વાયરલ કરવા બદલ તેના વિરુÙ દેશદ્રાેહનો કેસ નાેંધવામાં આવ્યો છે. યુનિવસિર્ટી તંત્રએ આ ચારેય વિદ્યાર્થિનીઆેને કોલેજ અને હોસ્ટેલમાંથી કાઢી મુકી છે.

પોલીસ કમિશનર હરેન્દ્રકુમારના જણાવ્યા અનુસાર આ મામલામાં ચારેય વિદ્યાર્થિનીઆે વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 124 (એ) દેશદ્રાેહ, 153 (એ) દુશ્મની-વૈમનસ્ય અને આઈટી એક્ટની કલમો હેઠળ ગુન્હો નાેંધ્યો છે.

યુનિવસિર્ટીના રજિસ્ટ્રાર તરફથી જારી આદેશમાં બીએસસી (આેટી) દ્વિતીય વર્ષની તલવીન મંજૂર, જોહરા નઝીર, બી ફાર્મની દ્વિતીય વર્ષની અભ્યાસું ઈકરા અને બીએસસી (આરઆઈટી)ની ઉઝમા નઝીરને કોલેજ અને હોસ્ટેલમાંથી તુરંત હાંકી કાઢવામાં આવી છે.

Comments

comments

VOTING POLL