પુલવામા બદલો : માસ્ટરમાઈન્ડ ગાજી અન્ય આતંકવાદી સાથે ઠાર

February 18, 2019 at 11:46 am


દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લામાં ફરી એકવાર આજે સવારે ત્રાસવાદીઆેએ ભીષણ હુમલો કયોૅ હતાે. ત્રાસવાદીઆેના આ હુમલામાં એક મેજર અને ચાર જવાનાે શહીદ થયા હતા પરંતુ આ કુરબાની વ્યર્થ ગઈ ન હતી. આ કાર્યવાહીમાં સેનાએ જૈશના ટોપ કમાન્ડર ગાજી ઉફેૅ કામરાનને ઠાર કરી દીધો હતાે. તેની સાથે અન્ય કુખ્યાત આતંકવાદી હિલાલ પણ માયોૅ ગયો હતાે. અબ્દુલ રશીદ ગાજી ઉફેૅ કામરાન પુલવામા હુમલામાં મુખ્ય ભેજાબાજ તરીકે હતાે. ગુરૂવારના દિવસે સીઆરપીએફના કાફલા પર આત્મઘાતી હુમલો કરવામાં આવ્યો હતાે. જેમાં સીઆરપીએફના 40 જવાનાે શહીદ થયા હતા. જૈશે મોહંમદના ટોપ કમાન્ડર કામરાને પાકિસ્તાનમાં બેઠેલા પાેતાના આકા અને જૈશના લીડર મૌલાના મસૂદ અઝહરના ઈશારે આ આતંકવાદી હુમલાને અંજામ આÃયો હતાે. ગાજીએ પુલવામા હુમલા માટે ખતરનાક કાવતરું ઘડી કાઢ્યું હતું. ગાજીને ફુંકી મારવામાં આવાર મસૂદ અઝહરને એક મોટો ફટકો આપી દેવામાં આવ્યો છે. તેની સાથે એક લોકલ ત્રાસવાદીને પણ ઠાર કરાયો છે. પુલવામામાં 40 જવાનાે શહીદ થયાના પાંચમાં દિવસે સુરક્ષા દળોએ માસ્ટર માઈન્ડ અબ્દુલ રશીદ ગાજીને ઠાર માયોૅ હતાે. પુલવામાના પીંગલીના વિસ્તારમાં 11 કલાક સુધી આ અથડામણ ચાલી હતી. અથડામણ સ્થળે મોટા પ્રમાણમાં હથિયારનાે જથ્થો જપ્ત કરાયો હતાે. 14મી ફેબ્રુઆરના દિવસે પુલવામા હુમલા બાદથી ગાજીની શોધખોળ ચાલી રહી હતી. પુલવામાના િંપગલિના ક્ષેત્રમાં ત્રાસવાદીઆે સામે આેપરેશન હાથ ધરવામાં આવ્યા બાદ આ અથડામણ શરૂ થઇ હતી.

અહીં અનેક ખતરનાક ત્રાસવાદીઆે છુપાયા હોવાની બાતમી મળ્યા બાદ આ આેપરેશન હાથ ધરવામાં આવ્યુ હતુ. આજે વહેલી સવારે અથડામણ શરૂ થઇ હતી. ત્રાસવાદીઆેએ 14મી ફેબ્રુઆરીના દિવસે ભીષણ હુમલાને અંજામ આÃયા બાદ આજે ફરી એકવાર હુમલો કયોૅ હતાે. અથડામણમાં અન્ય એક જવાન ઘાયલ પણ છે. તમામ શહીદ થયેલા ચારેય જવાનાે રા»ટ્રીય રાઇફલના હોવાના હેવાલ મળ્યા છે. 55 રા»ટ્રીય રાઇફલના જવાનાેએ કાર્યવાહી હાથ ધર્યા બાદ તેમના જવાનાે ગાેળીબારમાં ફસાયા હતા. આેપરેશન હાથ ધરવામાં આવ્યા બાદ સુરક્ષા જવાનાેએ તમામ વિસ્તારને ચારેબાજુથી ઘેરી લઇને આેપરેશન હાથ ધર્યુ હતું. મિડિયા રિપાેર્ટમાં કહેવામાં આવ્યુ હતું કે મોબાઇલ અને ઇન્ટરનેટ સેવાને બંધ કરી દેવામાં આવી હતી. અત્રે નાેંધનીય છે કે જમ્મુ કાશ્મીરમાં પુલવામા જિલ્લામાં આતંકવાદીઆેએ 14મી ફેબ્રુઆરીના દિવસે એક મોટા હુમલાને અંજામ આÃયો હતાે. આ હુમલામાં સીઆરપીએફના 40 જવાનાે શહીદ થઇ ગયા હતા. તાજેતરના વષોૅમાં સાૈથી મોટા હુમલાને ત્રાસવાદીઆે દ્વારા અંજામ આપવામાં આવ્યા બાદ દેશભરમાં લોકોમાં પહેલાથી આક્રાેશ છે. 14મી ફેબ્રુઆરીના દિવસે ત્રાસવાદીઆે દ્વારા ગુપ્તરીતે બીછાવવામાં આવેલી જાળ હેઠળ આ ભીષણ હુમલાને અંજામ આપવામાં આવ્યો હતાે જેમાં સીઆરપીએફના જવાનાે ફસાયા હતા. ઉરીમાં સÃટેમ્બર 2016માં આતંકવાદી હુમલા બાદ સુરક્ષા દળો પર આને સાૈથી મોટા હુમલા તરીકે ગણવામાં આવે છે. શ્રીનગર-જમ્મુ હાઈવે ઉપર સ્થિત અવન્તીપાેરા વિસ્તારમાં આ હુમલો થયો હતાે. આતંકવાદી સંગઠન જૈશે મોહમ્મદે હુમલાની જવાબદારી સ્વીકારી લીધી હતી. વિસ્ફોટક સાથે ભરેલી એક ગાડીને લઇને જૈશના ત્રાસવાદી આદિલે સીઆરપીએફ જવાનાેના કાફલાની બસમાં અથડાવી હતી. હુમલા બાદ જવાનાેએ પણ કાર્યવાહીના પ્રયાસ કર્યા હતા પરંતુ અંધાધૂંધ ગાેળીબાર કરવામાં આવ્યો હતાે. કાફલાની જે બસને ત્રાસવાદીઆેએ ટાગેૅટ બનાવી હતી તેમાં 44 જવાનાે હતા. જે કાફલા ઉપર હુમલો કરવામાં આવ્યો તે જમ્મુથી શ્રીનગર જઇ રહ્યાાે હતાે તેમાં 2000 જવાનાે હતા. જે કાફલા ઉપર હુમલો કરાયો તેમાં 70 વાહનાે હતા. આમાથી એક ગાડીને ટાગેૅટ બનાવવામાં આવી હતી. કાશ્મીરમાં આતંકવાદીઆે વષોૅથી સક્રિય રહ્યાા છે અને આતંકવાદીઆે સામે સર્ચ આેપરેશન અને આેપરેશન આેલઆઉટ યુદ્ધના ધોરણે જારી છે ત્યારે આ આતંકવાદી ફરી એકવાર સક્રિય દેખાઇ રહ્યાા છે. ત્રાસવાદીઆે સામે કાર્યવાહી જારી રહી છે.

Comments

comments

VOTING POLL