પૂરતો વરસાદ નહિ થતા કચ્છ અને ઉત્તર ગુજરાતમાં પાણીની સ્થિતિ વધુ વિકટ બનશે : રાજ્ય સરકાર પણ ચિંતિત

September 6, 2018 at 11:06 am


રાજ્યમાં ચાલુ વર્ષે ખાસ કરીને કચ્છ અને ઉત્તર ગુજરાતમાં મેઘરાજાની અસીમ કૃપા નહિ વરસતા પાણીની સ્થિતિ વધુ વિકટ બનશે તેવા એંધાણ વતાર્ઈ રહ્યા છે. સપ્ટેમ્બર મહિનો શરુ થઇ ગયો છે ત્યારે એક માત્ર નર્મદા ડેમમાં જ વર્ષ સુધી ચાલે એટલો પાણીનો પુરવઠો છે રાજ્યના બાકી જળાશયોની હાલત હજુ સંતોષજનક નથી. નર્મદા સિવાય અન્ય ડેમોમાં 35 થી 5 ટકા જેટલો પાણીનો જથ્થો હોવાથી સ્થિતિ ચિંતા જનક બની છે. ચોમાસુ નબળું રહેતા હવે કચ્છ અને ઉત્તર ગુજરાતમાં પાણીની ગંભીર કટોકટી સજાર્ય તેવા એંધાણ વતાર્ઈ રહ્યા છે. પરંતુ ભાદરવો જો ભરપૂર રહે તો ચિંતા ટળી શકે તેમ છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર રાજ્યમાં સહુથી વધુ વરસાદ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં થયો છે અમદાવાદ તથા ગાંધીનગર સહીત ઉત્તર ગુજરાત અને કચ્છના વિસ્તારોમાં પૂરતા પ્રમાણમાં વરસાદ નહિ થતા સરકાર પણ ચિંતા વ્યક્ત કરી રહી છે અને સ્થિતિ પર સતત નજર રાખવા સમીક્ષાનો દૌર જારી રાખવામાં આવી રહ્યાે છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર ગુજરાતમાં ચોમાસાનો સરેરાશ વરસાદ 72.44 ટકા એટલેકે 24.8 ઇંચ નાેંધાયો છે જેમાં સૌથીવધુ 92.61 ટકા વરસાદ દક્ષિણ ગુજરાતમાં થયો છે. જયારે મૌસમનો સહુથી આેછો વરસાદ કચ્છ જિલ્લામાં માત્ર 26.12 ટકા થયો છે રાજ્યના કુલ 203 જળાશયોમાં હાલની સ્થિતિમાં 288306 એમસીએફટી જળસંગ્રહ છે. જે કુલ જળસંગ્રહ ક્ષમતાના 51.80 ટકા થાય છે.જે ગત વર્ષની સરખામણીમાં હજુ 13.44 ટકા આેછી છે. ગત વર્ષે આજની સ્થિતિએ જળાશયોમાં 65.02 ટકા પાણીનો જથ્થો સંગ્રહિત હતો. સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી 122 મીટરને પહાેંચી ગઈ છે. નર્મદા ડેમમાં 187051 એમસીએફટી પાણીનો સંગ્રહ છે જે કુલ ક્ષમતાના 55.99 ટકા થાય છે.નર્મદાના પાણીની વિતરણ વ્યવસ્થા વ્યવસ્થિત રીતે ગોઠવાશે તો નર્મદાના પાણી આધારિત વિસ્તારોમાં પાણીની સમસ્યા સજાર્શે નહિ. જયારે રાજ્યના અનેક વિસ્તારો હજુ પૂરતા વરસાદની કાગડોળે રાહ જોઈ રહ્યા છે.
ખુદ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે નર્મદા ડેમમાં સંતોષજનક પાણીનો પૂવઠો ઉપલબ્ધ થતા હવે પીવાના પાણીની સાથે સિંચાઈની સમસ્યા મોટાભાગે હાલ થઇ હોવાનો દાવો કર્યો હતો પરંતુ સાર્વત્રિક અને વ્યાપક વરસાદ નહિ થાય ત્યાં સુધી ઘાસચારાની તંગીથી માંડીને ખેડૂતોના પાકની વિવિધ સમસ્યાઆે સામે સરકારે પુરી ઈમાનદારી અને જોશ સાથે ઝઝૂમવું પડશે.

Comments

comments

VOTING POLL