પૂર્વ કચ્છમાં તસ્કરોનું રાજ

February 11, 2019 at 9:47 am


પૂર્વ કચ્છમાં જાણે કે તસ્કરો પરોણા બન્યા હોય તેમ સતત ત્રીજા દિવસે બનાવ બન્યાે છે. મેઘપરમાં ચોરીનો બનાવ બન્યા બાદ શનિવારે આધોઇમાં બનેલા ચોરીના બનાવોમાં 3.રપ લાખની મતા તફડાવાઇ હોવાનું બહાર આવ્યું છે. તો રાપરના અયોધ્યાપુરી વિસ્તારમાં બંધ મકાનમાંથી આજે સવારે રૂા. 30 હજારની મત્તાની ચોરી થયાનો બનાવ બનતાં કાયદાના રક્ષકો માટે પડકાર સમાન િસ્થતિ સજાર્ઇ છે.

રાપરથી મળતા અહેવાલો પ્રમાણે ત્યાંના અયોધ્યાપુરી વિસ્તારમાંના ચામુંડાનગરમાં રહેતા વીનભાઇ રાજાભાઇ વાલ્મીકીએ એવી ફરિયાદ નાેંધાવી છે કે ગઇકાલે સવારના સાતથી સાંજ ના સાત વાગ્યાના સમયગાળા દરમિયાન કોઇ તસ્કરોએ બંધ મકાનના દરવાજની સ્ટોપર તોડી ઘરમાં પ્રવેશી તિજોરી ખોલી સોનાની ચેઇન અને સોનાની વીટી મળી કુલ 30 હજારની મતા તફડાવી છે.

રાપર પોલીસમાં ફરિયાદ થયા બાદ અજાÎયા શખ્સો સામે ગુનો નાેંધીને તપાસ શરૂ કરવામાં આવી છે.

આ બનાવ અંગે પીએસઆઇ બી.જે. પરમારે તપાસ શરૂ કરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ભચાઉ તાલુકાના મેઘપર ગામે 1રથી વધુ મકાનોમાં ત્રાટકીને તસ્કરો રૂા. 3.30 લાખની મતા તફડાવી ગયા હતા. જ્યારે બીજા દિવસે આધોઇમાં સામુહિક રીતે ત્રાટકી રૂા. 3.રપ લાખની કિંમતની માલમતા ઉઠાવી તસ્કરો રફºચક્કર થઇ ગયા છે.

જ્યારે ત્રીજા દિવસે રાપરમાં બનાવ બન્યાે છે. આમ પૂર્વ કચ્છમાં ચોરીના બનાવોનું પ્રમાણ એકધારૂં વધવા પામ્યું છે. તપાસનો દોર શરૂ કરવામાં આવ્યો છે.

Comments

comments

VOTING POLL