પૂર્વ ભારતીય qક્રકેટર અજીત વાડેકરનું 77 વર્ષની વયે નિધન

August 16, 2018 at 10:53 am


ભારતીય ક્રકેટ ટીમના પૂર્વ કેપ્ટન અજીત વાડેકરનું 77 વર્ષની ઉંમરે નિધન થયું છે. તેમણે મુંબઈના જસલોકમાં અંતિમ શ્વાસ લીધા. તમને જણાવી દઈએ કે વાડેકરની ગણના ભારતના સૌથી સફળ કેપ્ટનોમાં થાય છે. વાડેકર ઘણા સમયથી બિમાર હતા. અજીત વાડેકરનો જન્મ 1 એપ્રિલ 1941માં મુંબઈમાં થયો હતો. વાડેકરે 1966થી 1974 સુધી દેશ માટે qક્રકેટ રમ્યા હતા. તેમણે પોતાના પ્રથમ શ્રેણીના qક્રકેટની શરુઆત 1958માં કરી હતી, જ્યારે આંતરરાષ્ટ્રીય કેરિયરની શરુઆત 1966માં કરી હતી.1971માં અજીત વાડેકરની આગેવાનીમાં ભારતે Iગ્લેન્ડમાં પોતાની પ્રથમ ટેસ્ટ શ્રેણી જીતી. 3 ટેસ્ટ મેચની શ્રેણી ભારતે 1-0થી જીતી હતી.

Comments

comments

VOTING POLL