પૂ.મહંતસ્વામીનાં હસ્તે 35 યુવાનોએ દીક્ષા અંગીકાર કરી

December 13, 2018 at 12:54 pm


વિશ્વ વંદનીય સંતવિભૂતિ પ્રમુખસ્વામી મહારાજનો 98મો જન્મજયંતી મહોત્સવ તા. 5 થી 15 ડિસેમ્બર દરમ્યાન માધાપર-મોરબી બાયપાસ રોડ,રાજકોટ ખાતે આવેલા વિશાળ સ્વામિનારાયણનગરમાં ભવ્યતા અને દિવ્યતાથી ઉજવાઈ રહ્યાે છે. દરરોજના લાખો વિદ્યાર્થીઆે અને ભાવિક-ભક્તો આ મહોત્સવની મુલાકાત લઈ રહ્યા છે. પ્રમુખસ્વામી મંડપમમાં સાંસ્કૃતિક કાર્યક્રમમાં બી.એ.પી.એસ. સંસ્થાના સંગીતજ્ઞ સંતોએ ભાવિક-ભક્તોને કીર્તન-ભિક્તથી રસબોળ કર્યા. સંતોના સુમધુર કંઠે ગવાયેલ ભિક્તપદો સાંભળી હરિભક્તો કીર્તન-ભિક્તમય બન્યાં હતા.

આજે ગુરુવારે સવારે 5ઃ30 કલાકે સ્વામિનારાયણ નગર સ્થિત પ્રમુખસ્વામી મંડપમમાં પ.પૂ.મહંતસ્વામી મહારાજના પ્રાતઃપૂજા દર્શનનો લાભ પ્રાપ્ત થયો હતો. આજનો દિવસ રાજકોટ સત્સંગ માટે ખરેખર ભાગ્યવંત અને પુÎયવંત રહ્યાે.20 વર્ષ પૂર્વે ઈ.સ. 1998માંઆજ રાજકોટની ધરા પર પ્રમુખસ્વામી મહારાજ 78મો જન્મજયંતી મહોત્સવ અનેરાજકોટ મંદિર મૂતિર્પ્રતિષ્ઠા મહોત્સવ ઉપક્રમેસંત દીક્ષા સમારોહ યોજાયો હતો. જેમાં અનેક નવયુવાનોએ પ્રમુખસ્વામી મહારાજના હસ્તે દીક્ષા ગ્રહણ કરી હતી.

એજ ઈતિહાસ આજે પુનઃ દોહરાયો.સુપ્રભાતે 7ઃ30 કલાકે પ્રમુખસ્વામી મંડપમમાં ભાગવતી દીક્ષા સમારોહની વેદોક્ત વિધિથી શરૂઆત થઈ. આ દીક્ષા સમારોહમાં કુલ 35 નવયુવાનો મહંતસ્વામી મહારાજના હસ્તે દીક્ષા ગ્રહણ કરી અક્ષરમ અહં પુરુષોત્તમદાસોિસ્મ દીક્ષા મંત્ર ગ્રહણ કરી ભાગવતી દીક્ષા પ્રાપ્ત કરી હતી. બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંપ્રદાયનાઅનુયાયીઆેબે પ્રકારે દીક્ષા ગ્રહણ કરે છે. ગૃહસ્થ હરિભક્તો વર્તમાન વિધિ દ્વારા શરણાગતિ પ્રાપ્ત કરે છે અને ત્યાગાશ્રમના પંથે પ્રયાણ કરવા ઈચ્છુક મુમુક્ષુઆેએસૌ પ્રથમ સારંગપુર ખાતે ચાલી રહેલા સંત-તાલીમ કેન્દ્રમાં ત્રણ વર્ષ સાધક તરીકે અભ્યાસ કરી અને ત્યારબાદ પાર્ષદી દીક્ષા અને અંતે ભાગવતી દીક્ષા ગ્રહણ કરી સંતત્વ પ્રાપ્ત કરે છે. ભાગવતી દીક્ષા સમારોહમાં દીક્ષા ગ્રહણ કરેલનવયુવાનોમાંપરદેશના(અમરિકાના 7 અને કેનેડાના 1) 8 યુવાનો,એમબીએ, એમ.ઈ.અને પોસ્ટ ગ્રેજ્યુએટ થયેલ 7 યુવાનો, ગ્રેજ્યુએટ થયેલા 9 યુવાનો, ફીઝીયોથેરાપીસ્ટ, નર્સિંગ અનેએન્જીનીયરીગ કરેલાં એમ કુલ 35 સુશિક્ષિત અને સુચરિત નવયુવાનોએ દીક્ષા પ્રાપ્ત કરી હતી.

સાંસ્કૃતિક કાર્યક્રમ અને હાસ્ય સંગત
આજે સાયંકાળે 7ઃ30થી 10ઃ30 દરમ્યાન સાંસ્કૃતિક કાર્યક્રમમાં બી.એ.પી.એસ. સંસ્થાના વરિષ્ઠ સંતવર્ય અને સ્વામિનારાયણ અક્ષરધામ ગાંધીનગરના મહંત પૂ.આનંદસ્વરુપ સ્વામી પ્રેરક વક્તવ્યનો લાભ આપશે. ત્યારબાદ ગુજરાતના પ્રસિÙ હાસ્યકલાકારો સાંઈરામભાઈ દવે અને સુખદેવભાઈ ધામેલિયાહાસ્યકળા દ્વારા ઉપસ્થિત ભાવિક-ભક્તોને હાસ્યરસમાં તરબોળ કરશે. આવતીકાલે સવારે કાલાવડ રોડ પર આવેલા રાજકોટ બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરે Üીદશાબ્દી મહોત્સવ પાટોત્સવવિધિ તથા ઉતમોતમ મહાભિષેકવિધિ યોજાશે અને નૂતન નીલકંઠવણ}મંડપમનું ઉદઘાટન પરમ મહંતસ્વામી મહારાજના હસ્તે થશે.

Comments

comments

VOTING POLL