પેટીએમમાં ફરીથી થશે કેવાયસી, નવા ગ્રાહક પણ જોડી શકશે

January 2, 2019 at 10:45 am


પેટીએમ પેમેન્ટ્સ બેંક લિમિટેડએ કહ્યું છે કે રિઝર્વ બેંક આેફ ઈન્ડિયાથી લીલીઝંડી મળ્યા પછી તેણે નો યોર કસ્ટમર (કેવાયસી) પ્રqક્રયાને ફરીથી શરુ કરી છે. આ સાથે જ નવા ગ્રાહકોને પણ જોડવાનું શરુ કર્યું છે.

તરફથી આેડિટ કર્યા પછી બેંકની કેવાયસી પ્રqક્રયા પર સવાલ ઉઠાવ્યા અને ગત વર્ષે જૂનમાં નવા ગ્રાહક ઉમેરવાની રોક લગાવી હતી. આ પછી જુલાઈમાં ચીફ એક્ઝિક્યૂટિવ આેફિસર (સીઈઆે) રેણુ સત્તીએ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતું. બેંકે આેક્ટોબરમાં દિગ્ગજ બેંકર સતીશ ગુપ્તાને મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઆે નિયુક્ત કર્યા હતાં.

પેટીએમ પેમેન્ટ્સ બેંક લિમિટેડએ નિવેદનમાં કહ્યું કે, પેટીએમ પેમેન્ટ્સ બેંક લિમિટેડને નવા ગ્રાહકનો ઉમેરો અને બેંક વોલેટના ગ્રાહકો માટે ફરીથી કેવાયસી શરુ કરવા માટે રિઝર્વ બેંક પાસેથી આેફિિશ્યલ મંજૂરી મળી છે. 31 ડિસેમ્બર 2018થી તેની શરુઆત થઈ છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે સંભવિત ગ્રાહક હવે પેટીએમ પેમેન્ટ્સ બેંક લિમિટેડમાં પોતાનું સેવિંગ અથવા કરન્ટ એકાઉન્ટ ખોલી શકો છો. પેમેન્ટ બેંક એક રુપિયાની રકમનો પણ સ્વીકાર કરી શકે છે.

પેટીએમ પેમેન્ટ્સ બેંક લિમિટેડએ કહ્યું કે પેટીએમે 2019ના અંત સુધી દસ કરોડ નવા ગ્રાહકો જોડવાનું લક્ષ્ય રાખ્યું છે. ગુપ્તાએ કહ્યું કે, પેટીએમ પેમેન્ટ્સ બેંક લિમિટેડ દરેક ભારતીય સુધી બેિન્કંગ સેવાઆે પહાેંચાડવાના મિશન પર છે. પેટીએમે પેમેન્ટ બેંક આેપરેશનની શરુઆત 2017માં કરી હતી. પેટીએમ પેમેન્ટ્સ બેંક લિમિટેડમાં મોટાભાગના શેર વિજય શેખર શમાર્ના છે. જ્યારે બાકીના શેર્સ અલીબાબા સમર્થિત વન-97 કોમ્યુનિકેશન્સના છે.

Comments

comments

VOTING POLL