પેટ્રાેલપંપનું નામ બદલીને ‘પ્રધાનમંત્રી વસૂલી કેન્દ્ર’ રાખી દઈએ તો કેવું રહેંઃ હાદિર્ક

September 11, 2018 at 11:50 am


હાદિર્ક પટેલના ઉપવાસનો આજે 18મો દિવસ છે. આજે હાદિર્કની મુલાકાતે ઉત્તરાખંડના મુખ્યમંત્રી હરિશ રાવત આવી પહાેંચશે. હરિશ રાવત બપોરે 2ઃ30 વાગ્યે હાદિર્કની મુલાકાતે આવી પહાેંચે તેવી શક્યતા છે. આજે હાદિર્કને મળવા માટે મોટી સંખ્યામાં તેના સમર્થકો પણ આવી પહાેંચી તેવી શક્યતા છે. હાદિર્કના ઉપવાસને પગલે તેના ઘર બહાર મોટી સંખ્યામાં પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે. બીજી તરફ હાદિર્કે પેટ્રાેલ-ડીઝલના ભાવ વધારાને લઈને સરકાર પર હુમલો કર્યો છે.
સોમવારે કાેંગ્રેસ તરફથી પેટ્રાેલ-ડીઝલના સતત વધી રહેલા ભાવને લઈને ભારત બંધનું એલાન કરવામાં આવ્યું હતું. ભારત બંધ અને પેટ્રાેલ-ડીઝલના વધતા ભાવ અંગે હાદિર્કે એક પછી એક એમ બે ટિંટ કર્યા હતા.
લોકોની પીડાથી અજાણ આત્મશ્લાઘી મોદી સરકારને જગાડવા માટે ભારત બંધ રાખવામાં આવ્યું છે.
અરે આે વિકાસ, હું વિચારી રહ્યાે હતો કે પેટ્રાેલપંપનું નામ બદલીને પ્રધાનમંત્રી વસૂલી કેન્દ્ર રાખી દઈએ તો કેવું રહેશે!

Comments

comments

VOTING POLL