પેટ્રાેલમાં ર0 અને ડીઝલમાં 9 પૈસાનો ઘટાડો

May 10, 2019 at 10:30 am


પેટ્રાેલિયમ કંપનીઆે દ્વારા છેલ્લા દોઢ માસથી ભાવમાં વધારો ઘટાડો કરવામાં આવે છે, આગામી દિવસોમાં લોકસભાની ચૂંટણી જેવી પૂરી થયા બાદ તરત જ પેટ્રાેલ-ડીઝલના ભાવ ભડકે બળશે, મધરાતથી અમલમાં આવે તે રીતે પેટ્રાેલમાં 20 અને ડીઝલમાં 9 પૈસાનો ઘટાડો થયો છે.

એક તરફ ક્રૂડ આેઇલના ભાવ વધી રહ્યા છે, બીજી તરફ જ્યાંથી ક્રૂડ આેઇલ મળેલ છે, ત્યારથી સપ્લાય બંધ થવાની અણી પર છે ત્યારે ભારતે અન્ય વિકલ્પ શોધવો પડશે તેવા અરસામાં પેટ્રાેલ ડીઝલના ભાવમાં પણ ભારે ઉછાળો આવશે, જામનગરમાં ડીઝલના ભાવ ગઇકાલે 70.14 હતા, તેમાં 20 પૈસાનો ઘટાડો થયો છે અને નવો ભાવ 69.94 થયો છે, જ્યારે ડીઝલના ભાવમાં 69.54 હતો તેમાં 9 પૈસાનો ઘટાડો થયો છે અને હવે લીટરના ભાવ રૂા. 69.45 થયો છે. આવતા દિવસોમાં જેવી ચૂંટણીનું પરિણામ આવશે એટલે તરત જ ધીરે ધીરે પેટ્રાેલ-ડીઝલના ભાવમાં ભડકો થશે તેમ જાણવા મળે છે, કદાચ 3 થી 4 રૂપિયાનો પણ વધારો થઇ શકે તેમ છે.

Comments

comments

VOTING POLL