પેટ્રાેલ-ડીઝલના મુદ્દે વડાપ્રધાનની દરમિયાનગીરીઃ આજે કેબિનેટની બેઠક

May 23, 2018 at 10:44 am


પેટ્રાેલની વધતી કિંમત વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ મામલે વિક્ષેપ કર્યા હોવાના અહેવાલ પ્રાપ્ત થઇ રહ્યાં છે. સૂત્રોને મળતી જાણકારી મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વધતા જતા પેટ્રાેલના ભાવને લઇને ચિંતા વ્યક્ત કરતાં તમામ સિનીયર પ્રધાનોની બેઠક બોલાવી છે. આજે પેટ્રાેલ-ડીઝલના ભાવમાં લીટર દિઠ 2 થી 4 રૂપિયાની રાહત મળવાની સંભાવના છે.

કેન્દ્રની કેબિનટે બેઠક બાદ આ હાઇ લેવલની મીટીગ યોજાય તેવી શક્યતા છે. સૂત્રોને મળતી જાણકારી મુજબ આજરોજ સરકાર પેટ્રાેલની કિંમતમાં ઘટાડાને લઇને કોઇ નવી ફોમ્ર્યુલા લાવી શકે છે. ઉલ્લેખનીય છે કે જ્યાં સરકાર પોતાના 4 વર્ષ પુરા થવાને લઇને દેશભરમાં જ્યારે ઉજવણી કરવા જઇ રહી છે ત્યારે જ પેટ્રાેલ-ડીઝલની કિંમતના વધારો સરકારની ઉજવણીમાં ખલેલ પાડી શકે છે.

સરકારે કિંમત ઘટાડાવાને લઇ તમામ વિકલ્પો પર વિચાર કરી રહી છે. જો કે સૂત્રોને મળતી જાણકારી મુજબ આ તમામ પહેલુઆે પર વિચાર કર્યા બાદ પણ એકસાઇઝ અને વેટમાં ઘટાડાના વિકલ્પને અમલમાં મુકવાની શક્યતાઆે જોવા મળી રહી છે. ભાજપ પોતાના શાસિત રાજ્યોમાં વેટમાં ઘટાડા અંગે આદેશ આપી શકે છે.
ઉલ્લેખનીય છે ગઇકાલો ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે આ વાતનું આશ્વાસન આપ્યું છે સરકાર આ મામલાને ગંભીરતાથી લઇ રહી છે. અમિત શાહે જણાવ્યું હતું કે પેટ્રાેલિયમ પ્રધાન તેલ કંપનીઆેના અધિકારીઆે સાથે બેઠક કરવાના છે, જો કે ગઇકાલે યોજાનારી બેઠક મુલતવી રહી હતી જે આજરોજ યોજાવાની શક્યતા છે. અમિત શાહે જણાવ્યું કે અમે એવી ફોમ્ર્યુલા પર કામ કરી રહ્યાં છે જેમાં પેટ્રાેલ-ડીઝલની કિંમતમાં ઘટાડો કરી શકાય.

Comments

comments

VOTING POLL