પેટ્રાેલ-ડીઝલ અને ખાતરના ભાવ વધારા સામે કાેંગ્રેસ જલદ આંદોલન કરશેઃ પરેશ ધાનાણી

October 2, 2018 at 3:27 pm


વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ આજે રાજકોટમાંથી પક્ષના લોક સંપર્ક અને ધન સંગ્રહ કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે તેમણે પત્રકારોને કહ્યું હતું કે, માેંઘવારી અને ભ્રષ્ટાચાર સહિતના પ્રશ્નોથી ગુજરાતની પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી છે અને ગુજરાતની આ જ પ્રજા ભાજપને સત્તા ઉપરથી તગેડી દઈને દેશને નવી આઝાદી અપાવશે.તેમણે કહ્યું હતું કે, આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને પ્રજા પાસેથી યોગદાન માંગવામાં આવશે અને પ્રજાના તન-મન-ધનના સહકારથી અમારો સંકલ્પ પૂર્ણ કરાશે.પરેશ ધાનાણીને કાેંગ્રેસના પ્રવક્તા અને આકિર્ટેક્ટ પ્રદીપ ત્રિવેદીના નિવાસસ્થાનેથી .રાજકોટના અભિયાનનો પ્રારંભ કર્યો હતો. તેમણે એવી પણ જાહેરાત કરી હતી કે, પેટ્રાેલ-ડીઝલ અને ખાતરના ભાવ વધારા સામે ટૂંક સમયમાં જલદ આંદોલન કરશે

તેમણે જોકે, ખેડૂતોના પ્રશ્ને કઈ કહેવાનું ટાળ્યું હતું.તેમણે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની 150મી જન્મ જયંતિ નિમિત્તે અંજલિ પણ આપી હતી.પરેશ ધાનાણી, ઉપરાંત કાર્યકારી પ્રમુખ મહેશ રાજપૂત, પ્રવક્તા પ્રદીપ ત્રિવેદી વગેરે રૈયા રોડ ઉપર વેપારીઆે પાસે ગયા હતા અને ક્યાંકથી 11 હજાર તો ક્યાંકથી 100 રુપિયાનો ફાળો એકત્ર થયો હતો. આ પછી આજુ બાજુના રહેણાંક વિસ્તારમાં પણ આ નેતાઆે ફર્યા હતા અને ફાળો એકઠો કર્યો હતો. જેમ પરેશ ધાનાણીએ રાજકોટમાં કાેંગ્રેસના આ અભિયાનની શરુઆત કરાવી હતી તે રીતે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ અમદાવાદમાં શરુઆત કરાવી હતી. લોક સંપર્ક ઉપરાંત પ્રજા પાસેથી 25 કરોડનું ભંડોળ એકત્ર કરવાનું છે.

કાલે શિક્તસિંહ ગોહિલ રાજકોટમાં

રાજકોટઃ આેલ ઇન્ડિયા કાેંગ્રેસના પ્રવક્તા અને અગ્રણી શિક્તસિંહ ગોહિલ આવતીકાલે રાજકોટની ટૂંકી મુલાકાતે આવી રહ્યા છે. તેઆે ઠાકોર સાહેબ મનોહરસિંહ જાડેજા ના નિધન પછી પરિવારજનોને સાંત્વના આપવા રાજકોટ આવી રહ્યા છે. આજે વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ પણ પેલેસ ખાતે માંધાતાસિંહની મુલાકાત લીધી હતી અને શોક વ્યક્ત કર્યો હતો.

Comments

comments

VOTING POLL