પેટ્રોલ અને ડિઝલમાં નજીવા ભાવ વધારાનો દોર યથાવત

April 20, 2019 at 2:23 pm


Spread the love

પેટ્રોલ અને ડિઝલનો ભાવ વધારો વણથંભ્યો ચાલું રહ્યો છે એકાદ દિવસ ભાવ સ્થિર રહે તો બીજા ત્રણ દિવસ ભાવ ૬થી ૧૧ પૈસા સુધી વધે છે ૧લી એપ્રિલ બાદ પેટ્રોલનાં ભાવમાં ૧૨ પૈસાનો અને ડિઝલનાં ભાવમાં ૩૧ પૈસાનો વધારો થયો છે. ભાવનગરમાં આજે પેટ્રોલમાંં ભાવ રૂા.૭૧.૫૬ અને ડિઝલનાં ભાવ રૂા.૭૦.૫૭ પૈસા હતા.
ગઇકાલનાં પ્રમાણમાં આજે ડિઝલનાં ભાવમાં નજીવો વધારો થયો હતો જો કે, ગઇકાલનાં પ્રમાણમાં પેટ્રોલ સ્થિર રહ્યું હતું. ૧લી એપ્રિલથી ૨૦મી એપ્રિલ સુધીમાં પેટ્રોલનાં ભાવમાં ૧૩ પૈસાનો અને ડિઝલનાં ભાવમાં ૩૧ પેસા વધ્યા છે. આંતરરાષ્ટ્રિ્રય બજારમાં ક્રુડનાં ભાવ ૧ બેરલનાં ૭૨ ડોલર હતા. આમ, છેલ્લા થોડા સમયમાં ભારે વધારો થયો છે. જાણકારોનાં મત પ્રમાણે ચુંટણીનાં માહોલમાં ભલે આ પ્રકારની સ્થિતી હોય પરંતુ, ચુંટણી પુર્ણ થયા બાદ ભાવમાં મોટા વધારાની શકયતા છે