પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આજે ફરી 14-14 પૈસાનો વધારો

September 11, 2018 at 10:57 am


દેશમાં વધતા જતા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આજે પણ વધારો યથાવત રહ્યો. આજે દિલ્હીમાં 14 પૈસાના વધારા સાથે 80.87 રૂપિયા પ્રતિ લીટર પર પહોંચી ગયું. તો બીજી તરફ ડીઝલમાં 14 પૈસા પ્રતિ લીટરનો વધારો થયો. તેના ભાવ 72.97 રૂપિયા પ્રતિ લીટર પર પહોંચી ગયું. બીજી તરફ મુંબઇમાં પેટ્રોલના ભાવ આજે 14 પૈસાના વધારા બાદ 88.26 રૂપિયા પ્રતિ લીટર પહોંચી ગયું. મુંબઇમાં ડીઝલ 15 પૈસા પ્રતિ લીટરના વધારા સાથે 77.47 રૂપિયા પ્રતિ લીટરના રેકોર્ડ રેટ પર પહોંચી ગયું.
મુંબઇમાં પેટ્રોલ હવે 88.12 રૂપિયા અને ડીઝલ 77.32 રૂપિયા પ્રતિ લીટરના ભાવ મળી રહ્યા છે. આ પહેલાં પેટ્રોલ અને ડીઝલના ભાવ મંગળવારે નવી ઉંચાઇ પહોંચી ગયા હતા. તમને જણાવી દઇએ કે મુંબઇમાં પેટ્રોલ 87.77 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 76.98 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઇ રહ્યું હતું. તો બીજી તરફ રવિવારે પેટ્રોલનો ભાવ 87.89 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 77.09 રૂપિયા પ્રતિ લીટર પર પહોંચી ગયો હતો.
વિશેષજ્ઞોનું માનીએ તો આગામી સમયમાં ભારતીય બજારોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ આસમાને પહોંચશે. બ્રેંટ ક્રૂડમાં 80 ડોલર પ્રતિ બેરલ અને ડબ્લ્યૂટીઆઇ (અમેરિકી લાઇટ ક્રૂડ)માં 75 ડોલર પ્રતિ બેરલના સ્તર સુધી ઉછાળો જોવા મળી શકે છે. તેથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આગળ પણ વધારો થઇ શકે છે.

Comments

comments

VOTING POLL