પેટ્રોલ, ડીઝલ ટૂંકાગાળામાં જીએસટી હેઠળ નહીં આવે

August 22, 2018 at 11:16 am


પેટ્રોલ અને ડીઝલ પર નજીકના ભવિષ્યમાં જીએસટી લાગુ થવાની શકયતા નથી. ઈંધણને જીએસટી હેઠળ લાવવામાં આવે તો આવક ઘટવાની શકયતા હોવાથી કેન્દ્ર સરકાર કે રાજ્યો ટેકસમાં ફેરફાર કરવા માંગતા નથી. ગયા વર્ષે જુલાઈમાં જીએસટી લાગુ કરવામાં આવ્યો ત્યારે પાંચ પેટ્રો પેદાશોને જીએસટીમાંથી જે તે સમય પૂરતા દૂર કરવામાં આવ્યા હતા, જેમાં પેટ્રોલ, ડીઝલ, ફ્રડ ઓઈલ, નેચરલ ગેસ અને એટીએફનો સમાવેશ થાય છે. ઈંધણને મંત્રાલયમાં ચચર્િ ચાલે છે પરંતુ ભાવમાં વોલેટિલિટીન હોવાના કારણે આમ કરવાની કોઈ યોજના નથી તેમ સૂત્રોએ કહ્યું હતું. કેન્દ્રીય નાણામંત્રાલયે કહ્યું કે પેટ્રોલ, ડીઝલ કે કુદરતી ગેસને પણ જીએસટી હેઠળ લાવવાની કોઈ યોજના નથી. જોકે,ચોથી ઓગસ્ટે જીએસટી કાઉન્સિલની બેઠકમાં આ મુદ્દે ચચર્િ થઈ હતી જેમાં તમામ રાજ્યોએ વિરોધ કર્યો હતો.

Comments

comments

VOTING POLL