પેટ્રોલ-ડીઝલ પર જીએસટીની સાથે વેટ લગાવાય તો પણ સસ્તું થઈ શકે

April 11, 2018 at 10:48 am


ઈંધણ સસ્તું કરવા માટે પેટ્રોલ-ડીઝલને જીએસટીના દાયરામાં લાવવાની તૈયારી રાજ્યોની સહમતિ ન મળવાથી અટકેલી છે. જો કે કર નિષ્ણાતોએ નવી ફોર્મ્યુલા સુચવતાં કહ્યું કે જીએસટી સાથે વેટ લગાવીને રાજ્યોને નુકસાનની ભરપાઈ કરી શકાય છે અને આ બન્ને કર લગાવ્યા બાદ પણ પેટ્રોલ-ડીઝલ સસ્તું જ રહેશે.
પીડબલ્યુસી ઈન્ડિયાની ભાગીદારી (અપ્રત્યક્ષ કર) અનિતા રસ્તોગીએ કહ્યું કે ભારત વિકસિત દેશોની ફોર્મ્યુલા અપ્નાવી શકે છે. તેમાં રાજ્યોને કર તરીકે વોટ અને ઉત્પાદન ચાર્જની જગ્યાએ કેન્દ્રીય કર તરીકે જીએસટી પેટ્રોલ-ડીઝલ પર લગાવી શકાય તેમ છે. તેનાથી રાજ્યોને વેટ તરીકે મહેસૂલ મળતું રહેશે. સાથોસાથ જીએસટી લાગવાથી કારોબારી ઈનપુટ ટેક્સ ક્રેડિટનો લાભ લઈને રિફંડ પણ મેળવી શકશે. રાજ્યોને હજુ આશંકા છે કે પેટ્રોલ-ડીઝલને જીએસટીના ઉચ્ચત્તમ કર દર 28 ટકા હેઠળ લાવવા છતાં તેમને મહેસૂલનું મોટું નુકસાન થશે. તેમણે કેન્દ્ર પાસે તેની ભરપાઈ કરવાની શરત પણ મુકી છે. આવામાં વચ્ચેનો રસ્તો અપ્નાવી શકાય તેમ છે.

Comments

comments

VOTING POLL