પેટ્રોલ સસ્તું નહીં કરવાની સરકારની જીદ સામે દરેક રાજ્યમાં આંદોલનની તૈયારી

September 12, 2018 at 10:56 am


પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો નહીં જ કરવાના મોદી સરકારના જીદી વલણ સામે કોંગ્રેસ વિરોધ અભિયાન દેશભરમાં ચાલુ જ રાખશે તેવો નિર્ણય લેવાયો છે. ભારત બંધના એલાન બાદ પણ કોંગી અને અન્ય પક્ષો લડાઈ ચાલુ જ રાખશે. મોંઘવારીના મુદા પર હવે રાજ્યોમાં બીજા તબક્કાના આંદોલનની તૈયારી થઈ રહી છે. રાહલ ગાંધીએ દરેક રાજ્યમાં મોંઘવારી સામે વિરોદ દેખાવોમાં જોડાઈ જવા વિપક્ષની અન્ય પાર્ટીઓને હાકલ કરી છે. બધા સંમત છે અને આ લડાઈ દેશમાં ચાલુ જ રહેવાની છે.
રાહલની આ વાત સાથે એનસીપીના નેતા શરદ પવાર સંમત છે અને એમણે કહ્યું છે કે, વિપક્ષી એકતાથી ભારત બંધ સફળ રહ્યા બાદ હવે રાજ્યોમાં બધા મળીને આંદોલન ચાલુ રાખશે. રાહલ અને પવાર બન્ને પેટ્રોલ-ડીઝલ પર લડાઈ ચાલુ જ રાખવા સંમત થઈ ગયા છે. સરકાર વિપક્ષ વચ્ચે તડા પડાવવા પ્રયાસો કરી રહી છે પરંતુ તે ફાવી શકી નથી.
દરેક રાજ્યમાં બધા જ વિપક્ષ સાથે મળીને આંદોલન કરશે તો વિપક્ષની એકતા તુટેલી છે તેવો મોદીનો પ્રચાર જુઠો સાબિત થઈ જશે અને આંદોલનથી જનતાને ઘણી આશા રહેશે.
જયાં સુધી સરકાર જનતાને પેટ્રોલ-ડીઝલના ભાવમાં રાહત ન આપે ત્યાં સુધી આંદોલન ચાલુ જ રાખવાનો કોંગી અને એનસીપીનો નિર્ણય છે.
જનતાની પરેશાનીથી મોદી સરકારને કોઈ લાગણી જ નથી તેવી વાતો વિપક્ષી નેતાઓએ જનતાને સમજાવી છે અને મોદી સરકાર જનતા વિરોધી માનસ ધરાવે છે તેવો પ્રચાર કર્યો છે. મોદી સરકાર ભાવ નહીં ઘટાડવાની જીદ પકડીને બેઠી છે અને પોતાના અહમને સંતોષવા માટે તેણે જનતાને બેહાલ બનાવી દીધી છે. તેમ શરદ પવારે કહ્યું છે. કોંગીના પ્રવકતા રણદીપ સુરજેવાલાએ પત્રકારોને એવી માહિતી આપી છે કે, દરેક રાજ્યમાં જુદા જુદા સ્વપે આંદોલન ચાલુ જ રખાશે.

Comments

comments

VOTING POLL