પેન્શન ફંડોથી રેલવે સ્ટેશનોનો વિકાસ

July 19, 2019 at 10:49 am


દેશમાં રેલવે સ્ટેશનોને વધુ આકર્ષક બનાવવા માટે રૂા.1 લાખ કરોડની મહત્વકાંક્ષી યોજના માટે સરકાર નવા નવા પગલા વિચારી રહી છે. આયોજનને આખરી આેપ અપાઈ રહ્યું છે. ખાનગી ઈકવીટી અને પેન્શન ફંડોને આકર્ષિત કરીને એમના થકી આ પરિયોજનાને સંપન્ન કરવાનો સરકારનો ઈરાદો છે. ભારતીય રેલવે સ્ટેશન વિકાસ નિગમ (આઈઆરએસડીસી) દ્વારા આેછામાં આેછા 10 સ્ટેશનોના મેકઆેવર માટે ભાગીદારો શોધે છે.

ખાનગી ઈકવીટી કંપનીઆે અને પેન્શન ફંડોના સંચાલકો સાથે નોડલ એજન્સીની બેઠકો થઈ ગઈ છે અને હજુ આગળ ચર્ચા થવાની છે. રોકાણ કરી શકે અને રેલવેના વિકાસ માટે ભાગીદારી કરી શકે તેવી કંપનીઆે અને ફંડો સાથે બેઠકો આગળ પણ થવાની છે. દેશમાં એવા 20 રેલવે સ્ટેશનો છે જેના વિકાસ માટે રોકાણકારો આગળ આવી શકે તેમ છે. આ 20 સ્ટેશનોમાં કેટલાક મુંબઈના પણ છે અને અન્ય રાજ્યોના છે. સરકાર દેશના રેલવે સ્ટેશનોને વધુ આકર્ષક અને સુવિધા સંપન્ન બનાવવા માગે છે. આવા 600 સ્ટેશનોની શિકલ બદલી નાખવા માટે પહેલેથી જ સરકારે યાદી બનાવી લીધી છે અને તબકકાવાર તેના પર કામ ચાલી રહ્યું છે. વિકાસમાં ભાગીદાર થઈ શકે તેવા જુથો અને કંપનીઆેને તૈયાર કરવામાં આવી રહી છે અને પેન્શન ફંડોનું તેમાં ખાસ યોગદાન રહેશે.

Comments

comments

VOTING POLL