પેપર લીક કૌભાંડના મુખ્ય સૂત્રધાર યશપાલની મોડી રાત્રે મહીસાગરના વિરપુરથી ધરપકડ

December 6, 2018 at 10:41 am


ગુજરાત સહિત સમગ્ર દેશમાં ભારે ચકચાર મચાવનાર લોક રક્ષક દળ ભરતી ની પરીક્ષાના પેપર લીક કરવાનાં કૌભાંડ નો મુખ્ય સૂત્રધાર યશપાલ સિંહ સોલંકી છેવટે મોડી રાત્રે મહીસાગર જિલ્લામાંથી પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર યશપાલ દિલ્હીથી ફ્લાઇટમાં વડોદરા આવ્યો હતો. અને ત્યાંથી મહીસાગરના વીરપુર જિલ્લાના લીબડીયા રોડ ખાતેના એક સ્થળ પરથી પોલીસે નિદ્રાધીન અવસ્થામાં યશપાલ ને ઝડપી લીધો હતો અને તેની ધરપકડ કર્યા બાદ અમદાવાદ પોલીસને રાત્રે જ સાેંપી દેવામાં આવ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

એવું પણ કહેવાય છે કે યશપાલના મિત્રો એ જ તેના આગમનની પોલીસને માહિતી આપી હતી અને છેલ્લા કેટલાક દિવસોથી યશપાલે ખાધું પણ નહી હોવાનું પોલીસને જણાવ્યું હતું.
અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે લોક રક્ષક દાળ ભરતીના પેપર લીક કોભાંડના મુખ્ય સૂત્રધાર તરીકે જેનું નામ બહાર આવ્યું હતું તે યશપાલસિંહ સોલંકી છેલ્લા કેટલાક દિવસોથી નાસતો ભાગતો ફરતો હતો અને તે એટીએસ સહિત અન્ય એજન્સીઆેની રડાર પર હતો

.

એવું કહેવાય છે કે યશપાલસિંહએ દિલ્હીમાં બધુ ગોઠવી લીધા બાદ ફ્લાઇટ પકડી વડોદરા પરત ફર્યો હતો જ્યાંથી તે મહીસાગર પહાેંચ્યો હતો અને પોતાના મિત્રો મારફતે પોલીસને તેના આગમન ની જાણકારી પહાેંચાડી હતી જો કે આ વાતને હજુ સુધી કોઇ સત્તાવાર સમર્થન મળતું નથી પરંતુ જો નિષ્પક્ષ અને કોઈપણ દબાણ વગર પોલીસ તપાસ થશે તો યશપાલની પૂછપરછ દરમ્યાન કેટલાય મોટા માથાના નામ બહાર આવશે તેવી શક્યતાઆે સેવાઇ રહી છે.

Comments

comments

VOTING POLL