પૈસાદાર લોકો શું ખાતા હોય ?

January 25, 2019 at 3:07 pm


પૈસાદાર લોકો શું ખાતા હોય ં

વર્તમાન સરકારનું છેંલ્લુ બજેટ જાહેર થવાને હવે ઝાઝા દિવસો રહ્યા નથી અને નાણાં મંત્રાલય માં ‘હલવા સેરેમની ‘ પણ થઇ ગઈ છે.બધાને એમ લાગે છે કે, ચૂંટણીનું વર્ષ છે એટલે મોદી સરકાર રાહતના પટારા ખોલી નાખશે. સાડા ચાર વર્ષ પછી હવે સાેંઘવારી ત્રાટકશે અને લોકોને થોડી રાહત થશે આ રાહત કોને વધુ ફળશે તે નક્કી નથી પણ આશા બધા રાખીને બેઠા છે. ગરીબ અને મધ્યમ વર્ગ તો ટાંપીને બેઠો છે જયારે શ્રીમંત વર્ગ બેફીકર છે.શ્રીમંતો એટલે કે સુપર રિચને રાહત નહી મળે તેવી ચર્ચા શરુ થઇ ગઈ છે.જો કે, જેમ દરિયામાંથી બે-પાંચ લોટા પાણી આેછું થાય તો કોઈ ફેર પડતો નથી એવી રીતે જ શ્રીમંતો પાસેથી વધુ ટેક્સ લેવાય તો કોઈ ફેર પડતો નથી. દેશમાં પૈસાદાર વધુ પૈસાદાર થઇ રહ્યા છે તે બધા જાણે છે..

પૈસાદાર હોવું એટલે શું એમ કોઈને પૂછો એટલે ગુજરાતમાં તો અંબાણીનું નામ જ આપે..આમ તો ઘણા ગુંુ વાસ્તવમાં કહી શકાય એટલાં ધનકુબેર છે. અઝીમ પ્રેમજી, ગૌતમ અદાણી, પંકજ પટેલ, એટસેટરા એટસેટરા…ના નામ આ યાદીમાં આવે અને જોવા જેવી વાત એ છે કે, આ લોકોની સંપિત્ત દિન દોગુની ગુની , રાત ચૌગુની વધે છે. પૈસો પૈસાને ખેંચે એ કહેવત સાચી પણ પૈસો પડéાે પડéાે સુંડલા મોઢે રુપિયાને ખેંચે એ તો લક્ષ્મીદેવીની કૃપા જ કહેવાય મુકેશ અંબાણી કોઈ મંદિરે જાય અને માથું નમાવે ત્યારે તેઆે કાંઈ માંગવા નહી પણ ભગવાનને કહેવા જતા હશે કે,કાંઈ જરુર હોય તો કહેજે એવી ટીખળ કોઈક તો વોટ્સએપ કે ફેસબુકમાં અવશ્ય કરી લ્યે છે. આપણે તો ગૌરવ લેવા જેવી વાત છે કે, દેશમાં જે ધનકુબેરો છે તેના કેપ્ટ્ન આપણા ગુજરાતના અને તેમાં પણ સૌરાષ્ટ્રના છે. સખત મહેનત અને બુધ્ધિશિક્તથી તેઆે કમાય છે અને નામના મેળવે છે પણ સાલું મનમાંથી એ વિચાર જતો નથી કે, આ લોકો આટલા પૈસાનું શું કરતા હશે…હમણાં એવા આંકડા આવ્યા હતા કે, ભારતના નવ શ્રીમંતો એવા છે કે, જેમની સંપિત્ત રોજના 2200 કરોડના હિસાબે વધી છે. અહી તો રોજના 22 રુપિયા વધે તો પણ લોકો ખુશ થતા હોય છે જયારે આ તો 2200 કરોડ…22ની પાછળ કેટલા મીડા આવે તે ગણવા પડે…ઘડીક વિચાર આવે કે, અદાણી-અંબાણી કે પ્રેમજી કે પછી સુધીર મહેતા શું સોનાના ઘઉંમાંથી બનેલી રોટલી અને ચાંદીના વરખવાળું શાક ખાતા હશે ં તેમના થાળી-વાટકા સોના-ચાંદીના હોઈ શકે પણ તેમાં પીરસાતું ભોજન તો આપણા જેવું જ હશે ને…

હમણાં એવું જાહેર કરવામાં આવ્યું છે કે, 2018માં ભારતીય અબજોપતિઆેની સંપિત્તમાં 2200 કરોડ રુપિયા પ્રતિદિનના હિસાબે વધારો થયો છે. આ વર્ષમાં દેશના મુખ્ય એક ટકા અમીરોની સંપિત્તમાં 39 ટકાની વૃિદ્ધિ નાેંધાઈ છે, જ્યારે 50 ટકા ગરીબ વર્ગની સંપિત્તમાં માત્ર ત્રણ ટકાનો જ વધારો થયો છે. અને બીજી બાજુ દેશની 10 ટકા સૌથી ગરીબ વસતિ 2004થી દેવામાં ડૂબેલી છે. આ રિપોર્ટથી ભારતમાં વધી રહેલી આર્થિક અસમાનતાનો તાજો પુરાવો સામે આવ્યો છે. આ રિપોર્ટ અનુસાર દેશના 9 ધનકુબેરોની સંપિત્ત દેશની દેશના 50 ટકા ગરીબ વર્ગની સંપિત્ત બરાબર છે.

મહત્વનું છે કે, ભારતના શ્રીમંતોની સંપિત્તમાં વધારો થવાનો દર દુનિયાના અન્ય દેશોની સરખામણીમાં ક્યાંય વધારે છે. બીજી બાજુ સૌથી ગરીબ વર્ગના લોકોની સંપિત્તમાં 11 ટકાનો ઘટાડો નાેંધાયો છે. સીધો અર્થ એ કે શ્રીમંતો દિવસે ને દિવસે વધારે શ્રીમંત બની રહ્યાં છે અને ગરીબો વધારે ગરીબ બની રહ્યાં છે.

ભારતની 10 ટકા સૌથી ગરીબ વસતી 2004થી સતત દેવામાં ડૂબેલી છે. ભારતના શ્રીમંતો વિષે અહેવાલ જાહેર કરનાર રાજકીય નેતાઆે અને બિઝનેસમેનોને અપીલ કરી છે કે તેઆે શ્રીમંતો અને ગરીબો વચ્ચે વધી રહેલા અંતરને ઘટાડવાની દિશામાં કામ કરે. હકીકતમાં શ્રીમંતો અને ગરીબો વચ્ચે વધી રહેલા અંતરના કારણે ગરીબી સામેની લડતને વિપરિત અસર થઇ રહી છે.વૈિશ્વક સ્તરે જોઇએ તો 2018ના વર્ષ દરમિયાન દુનિયાભરના માલેતુજાર લોકોની સંપિત્તમાં 12 ટકાના દરે વૃિદ્ધિ થઇ થઇ છે.

Comments

comments