પૈસાની લેતીદેતી પ્રશ્ને મહિલાને શખસ ધમકી આપ્યાની ફરિયાદ

September 12, 2018 at 3:36 pm


રૈયારોડ પર હનુમાન મઢી પાસે છોટુનગરમાં રહેતા અને દિવાનપરાની કોટક શેરીમાં શ્રી સાંઈ ફેશન નામે વ્યવસાય ચલાવતી મહિલાને અને તેના પરિવારને પૈસાની લેતીદેતી પ્રñે શખસ જાનથી મારી નાખવાની ધમકી આપતા મહિલાએ પોલીસ કમિશનર સમક્ષ ફરિયાદ કરતા પોલીસે તપાસ આદરી છે.

આ અંગેની વિગત મુજબ હનુમાન મઢી પાસે છોટુનગર શેરી નં.4માં રહેતા શોભનાબેન અશોકભાઈ લાખાણી નામની મહિલા દિવાનપરા કોટક શેરી નં.4ના ખૂણે આવેલ જય દ્વારકાધીશ કોમ્પ્લેકસમાં શ્રી સાંઈ ફેશનના નામે કપડાનો વ્યવસાય કરતા હોય તેઆેએ અગાઉ મુળ કુતિયાણાના અને હાલ રાજકોટમાં કપડાની દુકાન ચલાવતો કમલેશ જવાહરલાલ રતલાણી નામના શખસ સાથે ધંધાકીય વ્યવહાર કર્યો હોય માલ સામાનની આપ-લે કર્યા બાદ તે પેટે તેણે રૂા.20 લાખનો ચેક શોભનાબેનને આપ્યો હોય જે બાબતે ચેક પરત લેવા અન્ય માથાભારે શખસોની સાથે મળી શોભનાબેનને અને તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપતા શોભનાબેને પોલીસ કમિશનર કચેરીએ લેખિતમાં રજૂઆત કરતા પોલીસે આ અંગે તપાસ શરૂ કરી છે.

Comments

comments

VOTING POLL