પૈસા યે પૈસા બાદ ફિલ્મ ટોટલ ધમાલનું બીજું રિક્રિએટેડ સોંગ મુંગડા મુંગડા રિલીઝ……

February 5, 2019 at 6:06 pm


ધમાલ ફ્રેન્ચાઇઝીની ત્રીજી ફિલ્મ ટોટલ ધમાલ 22 ફેબ્રુઆરીએ રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મનું પૈસા યે પૈસા પછી બીજું રિક્રિએટેડ સોન્ગ મુંગડા રીલિઝ થયું. આ સોન્ગમાં સોનાક્ષી સિન્હા અજય દેવગણ સાથે પર્ફોર્મ કરી રહી છે. આ ફિલ્મમાં અનિલ કપૂર, માધુરી દીક્ષિત, રિતેશ દેશમુખ, અજય દેવગણ જેવા ઉમદા કલાકારો નજરે પડશે.ફિલ્મનું પૈસા યે પૈસા સોંન્ગ રિલીઝ થતા જ તેને યુ ટયુબ પર ધમાલ મચાવી હતી અને લાખો વ્યુઅર્સ એક જ દિવસમાં ઉભા કર્યા હતા ત્યારે હાલમાં રિલીઝ થયેલું મુંગડા સોન્ગ ઓરીજીનલ ઉષા મંગેશકરે ગાયું હતું. 1977માં આવેલી ફિલ્મ ઇન્કારનું આ સોન્ગ છે, જેમાં વિનોદ ખન્ના લીડ રોલમાં હતા. 70ના દશકના આ હિટ સોન્ગ મુંગડા હેલન પર પિક્ચરાઈઝ થયું હતું. ટોટલ ધમાલમાં પણ આ રિક્રિએટેડ સોન્ગનું નામ મુંગડા જ રાખવામાં આવ્યું છે અને આ રિક્રિએટેડ સોન્ગને જ્યોતિકા, શાન અને શુભ્રો ગાંગુલીએ ગાયું છે. ત્યારે આ સોંગ પણ યુટયુબ પર ધારી સફળતા મેળવશે તેવું કહેવું જરાપણ ખોટું નહીં

Comments

comments

VOTING POLL