પોકેટકોપ એપ્લિકેશનની મદદથી ઘરફોડ ચોરી કરતી ટોળકી ઝડપાઇ

May 22, 2019 at 4:11 pm


શહેરમાં વધી રહેલ ચોરીના બનાવોને ધ્યાને લઈ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે તમામ પોલીસ ડિવિઝનના સ્ટાફને પોકેટકોપ એપ્લિકેશનની મદદથી તેમજ સુરક્ષા કવચ એપ્લિકેશનથી આરોપીઓને અને હિસ્ટિ્રશીટરોને ચેક કરવા આદેશ આપ્યો હોય જેને પગલે તાજેતરમાં સબ મર્શીબલ પમ્પમાં થયેલી ચોરીમાં સંડોવાયેલ ટોળકીને પોલીસે ઝડપી લઈ અલગ–અલગ ચાર ગુનાના ભેદ ઉકેલી નાખ્યા છે. ૬ શખસોની ધરપકડ કરી પોલીસે રૂા.૫.૪૫ લાખનો મુદ્દામાલ કબજે કર્યેા છે. ભકિતનગરના પીઆઈ વી.કે. ગઢવી તથા પીએસઆઈ પી.બી. જેબલિયા અને તેમની ટીમને મળેલી બાતમીના આધારે ચોરાઉ કોપર વાયરનો મુદ્દામાલ રઉફ નામનો શખસ બારોબાર વેચતો હોવાની માહિતીના આધારે પોકેટકોપ મોબાઈલ એપ્લિકેશનમાં સર્ચ કરતાં રઉફ અગાઉ તાલુકા પોલીસ સ્ટેશનની બે ઘરફોડ અને આજી ડેમ પોલીસ સ્ટેશનની ત્રણ ઘરફોડ ચોરીમાં સંડોવાયેલો હોવાનું ખૂલ્યું હતું. ભકિતનગર ડી–સ્ટાફની અલગ–અલગ ટીમોએ ટેકનીકલ એનાલિસીસની મદદથી રઉફ રજાક ઈસાણી, જસમત ધીરૂ સોલંકી, જાકીર ઉર્ફે રાજુ મહેબુબ કુરેશી, કમલેશ હરગોવિંદ દંગી, દીપક ઉર્ફે દીપુ બટુક સાડમીયા અને ગોંડલના દિલીપ રમેશ પરમારને દબોચી લીધા હતા.
પૂછપરછમાં આ ટોળકીએ ચોરીમાં ૫૦૦ કિલોગ્રામ કોપર વાયર કબજે કરવામાં આવ્યો હતો. પૂછપરછમાં અન્ય કોપર ચોરીનો મુદ્દામાલ પેડક રોડ પર વજ્ર વાસણ ભંડાર કમલેશની દુકાને આપેલ હોવાનું જણાવતાં કમલેશ દંગીની ધરપકડ કરાઈ હતી.
આ ટોળકીએ બે માસ પૂર્વે વિરાણી અઘાટમાંથી તેમજ કોઠારિયા રિંગરોડ, મુરલીધર કાંટા પાસે આવેલ એક કારખાનામાંથી, પડવલાની સીમમાં આવેલ એક કારખાનામાંથી, પુનિતનગર પાસે સનરાઈઝ પમ્પના કારખાનામાંથી કોપર વાયરની ચોરી કર્યાની કબુલાત આપી હતી. આ ચોરી અંગે ભકિતનગર, આજી ડેમ, શાપર–વેરાવળ અને તાલુકા પોલીસમાં ગુના નોંધાયા હોય પોલીસે હાલ ઓટોરિક્ષા નં.જી.જે.૩–બી.યુ.૬૭૮૮ સહિત રૂા.૫.૪૫ લાખનો મુદ્દામાલ કબજે કર્યેા હતો.
પીઆઈ વી.કે. ગઢવી, પીએસઆઈ પી.બી. જેબલિયા સાથે સલીમભાઈ મકરાણી, વિક્રમભાઈ ગમારા, મહેન્દ્રસિંહ ડોડિયા, પ્રતાપસિંહ રાણા, હિરેનભાઈ પરમાર, વાલજીભાઈ જાડા, ભાવેશભાઈ મકવાણા, દેવાભાઈ ધરજીયા, દિવ્યરાજસિંહ, રાજેશભાઈ ગઢવી સહિતના સ્ટાફે કામગીરી કરી હતી

Comments

comments

VOTING POLL