પોતાના હોલિવૂડ અફેર વિશે ખુલીને બોલી પ્રિયંકા

February 7, 2018 at 7:53 pm


બોલિવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા અત્યારે હોલિવૂડમાં પોતાની કમાલ દેખાડી રહી છે. મીડિયા અને બોલિવૂડમાં અવારનવાર તેની રિલેશનશિપ અને લગ્ન વિશે ચર્ચાઓ ચાલતી રહે છે. અત્યાર સુધી તેનું નામ બોલિવૂડના સુપરસ્ટાર અક્ષય કુમાર અને શાહરુખ ખાન સાથે જોડાઈ ચૂક્યું છે પણ હવે તાજેતરમાં જ તેણે પોતાના રિલેશન અંગે ખુલાસો કર્યો છે.ફિલ્મફેરને આપેલા ઈન્ટરવ્યુમાં પ્રિયંકાએ જણાવ્યું કે, ‘હું જીવનમાં માત્ર એક જ વાર લગ્ન કરવામાં વિશ્વાસ ધરાવું છું. હું એક સીરિયસ રિલેશનશિપમાં હતી પણ આ વાતને લગભગ એક વર્ષ થઈ ચૂક્યું છે અને ત્યારથી હું સિંગલ છું.’પ્રિયંકાએ કહ્યું કે, ‘હું ઘણા લોકોને મળી અને ઘણા લોકો સાથે હેંગઆઉટ કરું છું. હું તેમને તક આપું છું કે, તેઓ મને ઈમ્પ્રેસ કરે પણ અત્યાર સુધી મને કોઈ સમજી શક્યું નથી. એવું નથી કે, મારી આસપાસ સારા લોકો નથી પણ વાત માત્ર એટલી છે કે, હું કોઈને ડેટ કરવાના મૂડમાં નથી અને બીજીવાર લક આજમાવવા માગતી નથી.’પ્રિયંકાનું કહેવું છે કે, ‘હું ઘણા સમય બાદ સિંગલ થઈ છું. મને ઘણું બધું અટેન્શન મળે છે પણ મને સમજાતું નથી કે, તેને સાથે શું કરું. હા મને આ બધું પસંદ છે.’આ દરમિયાન જ્યારે પ્રિયંકાને પૂછવામાં આવ્યું કે, ”શું તે ‘ક્વાન્ટિકો’ના કો-સ્ટારને ડેટ ન કર્યો?’ તો તેણે જવાબમાં કહ્યું કે, ‘ના, કેમ કે તે ઑલરેડી મેરિડ છે.’ બીજી બાજુ જ્યારે તેને પૂછવામાં આવ્યું કે, ‘શું તેણે અમેરિકામાં કોઈને ડેટ કર્યું?’ તો તેણે કહ્યું કે, ‘હા, પણ આ રિલેશન આગળ ન વધી શક્યું નહીં તો બધાને ખબર પડી જ જાત.’

Comments

comments