પોપટપરા અને ભગવતીપરામાં બેભાન થઈ જતાં બે યુવાનના મોત

January 21, 2019 at 6:17 pm


શહેરના પોપટપરા અને ભગવતીપરામાં બેભાન થઈ જતાં બે યુવાનોના મોત થયાનું પોલીસ ચોપડે નાેંધાયું છે. બનાવ અંગેની વિગત મુજબ શહેરના પોપટપરામાં રહેતો વંભભાઈ હરજીભાઈ સોરઠીયા ઉ.વ.25 નામનો યુવાન આજે સવારે આઠ વાગ્યે પોતાના ઘરે હતો ત્યારે બેભાન થઈ જતાં અને સામા કાંઠે ભગવતીપરામાં રહેતો રાજુ પોપટભાઈ મંડલી ઉ.વ.47 નામનો યુવાન આજે સવારે પોતાના ઘરે બેભાન થઈ જતાં સારવારમાં સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ફરજ પરના તબીબોએ બન્નેને જોઈ તપાસી મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગેની જાણ સ્થાનીક પોલીસમાં કરવામાં આવતા પોલીસે પ્રાથમીક તપાસ હાથ ધરી છે.

Comments

comments

VOTING POLL