પોરબંદરના ગ્રામ્યપંથકમાં દોઢ કરોડના ખર્ચે વધુ ત્રણ રસ્તાઆેનું થશે નવીનીકરણ

December 2, 2019 at 2:49 pm


Spread the love

પોરબંદરના ગ્રામ્યપંથકમાં દોઢ કરોડના ખર્ચે ત્રણ રસ્તાનું નવીનીકરણ થશે.
ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયાએ પોરબંદર વિસ્તારમાં અનેક નવા રસ્તાઆે તેમજ જુના રસ્તાઆેના નવીનીકરણ માટે સરકારમાંથી કરોડો રૂપિયાની ગ્રાન્ટ મંજુર કરાવી ગ્રામ્ય વિસ્તારના રસ્તાઆેની કાયાપલટ કરાવી છે. જેમાં થાેડા દિવસ પહેલા જ ગ્રામ્ય વિસ્તારના વડાળા-મિયાણી અને સોરઠી ડેમ તરફના બે રસ્તાઆેના નવીનીકરણ માટે રૂા. ર.00 કરોડની ગ્રાન્ટ મંજુર કરાવેલ હતી. ે જ રીતે રસ્તાઆેની કાયાપલટ કરવાનો સિલસિલો આગળ ધપાવતા બાબુભાઇ બોખીરીયાએ પોતાના ધારાસભ્યના ખાસ મરામત ફંડમાંથી ગ્રામ્ય વિસ્તારના વધુ ત્રણ રસ્તાઆેના નવીનીકરણ માટે રૂા. 1.પ0 કરોડની ગ્રાન્ટ મંજુર કરાવી છે. જેમાં ખાપટ થી આેરીએન્ટ ફીકટરી તરફ જતો રસ્તો ખરાબ થઇ જતાં નિલેશભાઇ આેડેદરા (કારોબારી સભ્ય ગુજરાત પ્રદેશ ભાજપ), ગીતાબેન આેડેદરા (સભ્ય વોર્ડનં. ર નગરપાલિકા પોરબંદર) તથા આ વિસતારના ભાજપના અન્ય આગેવાનોએ ખરાબ થઇ ગયેલા આ રસ્તામાં રીસર્ફેસીગ કરવા માટે ધારાસભ્ય સમક્ષ રજુઆત કરેલ હતી. ઉપરાંત, કિંદરખેડાથી ફટાણા તરફ જતા અને નેશનલ હાઇવેથી શ્રીનગર તરફ જતા રસ્તાઆેનું નવીનીકરણ કરવાની જરૂરીયાત હોય, આ અંગે ભુરાભાઇ કેશવાલા (પ્રમુખ તા. ભાજપ, પોરબંદર) તથા આ વિસ્તારના ભાજપના અન્ય આગેવાનોએ પણ ધારાસભ્ય સમક્ષ રજુઆતો કરેલ હતી. આ રજુઆતોને ધારાસભ્યએ ગંભીરતાથી લઇ દર વર્ષે પોતાને મળતા ધારાસભ્ય ખાસ મરામત ફંડમાંથી આ ત્રણેય રસ્તાઆેના નવીનીકરણ માટે ફંડ ફાળવવા રાજયના નાયબ મુખ્યમંત્રી નીતીનભાઇ પટેલને ભલામણ કરતા તેઆેએ ખાપટથી આેરીએન્ટ તરફ જતા 3.પ0 કી.મી. રસ્તા માટે રૂા. 49.00 લાખ, કિંદરખેડાથી ફટાણા તરફ જતા 1 (એક) કી.મી.ના રસ્તા માટે રૂા. 1પ.00 લાખ અને નેશનલ હાઇવેથી શ્રીનગર તરફ જતા 6.50 કી.મી.ના રસ્તા માટે રૂા. 86.00 લાખની મંજુરી આપી દીધેલ છે. જેની વહીવટી પ્રqક્રયા પુરી થતાંની સાથે જ આ ત્રણેય રસ્તાઆેનું નવીનીકરણ થઇ જવા પામશે. પોતાની રજુઆતોના અનુસંધાને ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયાએ તેઆેના વિસ્તારના રસ્તાઆેના નવીનીકરણ માટે રૂા. 1.પ0 કરોડ જેવી માતબર રકમ મંજુર કરાવી આપવા બદલ નિલેષભાઇ આેડેદરા (કારોબારી સભ્ય, ગુજરાત પ્રદેશ ભાજપ), ગીતાબેન આેડેદરા (સભ્ય વોર્ડ નં. ર, નગરપાલિકા પોરબંદર), ભુરાભાઇ કેશવાલા (પ્રમુખ તા. ભાજપ, પોરબંદર) તથા આ વિસ્તારના ભાજપના આગેવાનોએ બાબુભાઇ બોખીરીયાનો આભાર માની તેઆેને અભિનંદન પાઠવેલ છે.