પોરબંદરના જુદા-જુદા પ્રશ્નોના નિરાકરણની માંગ

September 12, 2018 at 1:54 pm


પોરબંદરના જુદા-જુદા પ્રશ્નોના નિરાકરણની માંગ થઇ છે.સામાજીક કાર્યકર રસીક પઢીયારે એવી રજુઆત કરી છે કે, જન્માષ્ટમીના તહેવારમાં વિશેષ સરાહનીય કાર્ય ટ્રાફીક સમસ્યા હલ કરવા માટે પોરબંદર જીલ્લા પોલીસતંત્ર દ્વારા કરવામાં આવતા દુર-દરાજ આસપાસના ગામડાઆેમાંથી તેમજ શહેરી વિસ્તારોમાંથી આવતી આમ જનતાને ટ્રાફીક પોલીસ તેમજ જીલ્લા પોલીસવડાની સુજબુજ આવતા માર્ગદર્શન હેઠળ થતાં કોઇ અકસ્માત કે ટ્રાફીક જામની સમસ્યાઆે જોવા મળી નહોતી, ચોપાટી મેળા મેદાનની આસપાસ વાઘેશ્વરી પ્લોટ, ભાવસિંહજી હોસ્પિટલ તથા જુની પોલીસ લાઇનનથી વાઘેશ્વરી પ્લોટ, પ્રજ્ઞાચક્ષુ ગુરૂકુળ, રોયલ એપાર્ટમેન્ટમાં વ્યવિસ્થત પાકંગ વ્યવસ્થા પોલીસ તંત્ર દ્વારા ગોઠવવામાં આવેલી જેના કારણે મેળામાં આવનાર વ્યકિતને પસાર થવા માટે કોઇ હેરાનગતી થયેલ ન હતી આવી જ રીતે કાયમી ટ્રાફીક વ્éવસ્થા ગોઠવાય તે જરૂરી છે.પેવરબ્લોક પાથરો
વાઘેશ્વરીપ્લોટ સંકુલ, રોયલ એપાર્ટમેન્ટ પાસે, વાઘેશ્વરીપ્લોટથી પટેલ બોડંગ, જુની પોલીસ લાઇન, ચારરસ્તા મસ્જીદ તથા ભાવસિંહજી હોસ્પિટલ પાસે, રોડ પરની ફºટપાથની તમામ જગ્યાઆેમાં પેવર બ્લોક પાથરવામાં આવે તો રોડ પર પાકંગ થતા વાહનો ફºટપાથ પર પેવર બ્લોક પાથરવામાં આવે તો વિશેષ વાહનની અવર-જવર તેમજ આમ જનતાને તકલીફ પડશે નહી. જોવા જોઇએ તો આસપાસનો વિસ્તાર હોવાથી જન્માષ્ટમી તેમજ નવરાત્રીપર્વમાં વાહન પાકંગ માટેની કોઇ સમસ્યા રહેશે નહી.
નરસંગ ટેકરી પાસે અકસ્માત અટકાવો
નરસિંહટેકરી સર્કલ પાસે લગાવેલ સ્પીડ બ્રેકર ઉપર મુજબ નાના સ્પીડ બ્રેકર તાથ જીબ્રા ક્રાેસીગ ચાર રસ્તા પર મુકવા જરૂરી છે. ભાવસિંહજી હોસિપટલ તેમજ નવાફºવારા પાસે રાત્રીના બાઇક સવાર ધુમસ્પીડે ચલાવતા હોય છે. વાઘેશ્વરીપ્લોટ સર્કલ, જુની પોલીસ લાઇન, મસ્જીદાસે ચાર રસ્તા પાસે, સ્પીડ બ્રેકર તેમજ ચાર રસ્તા જયાં મળે છે ત્યાં હેલ્મેટ સર્કલ બનાવી તેમજ ટ્રાફીક પોલીસને સાઇડ આપવા તેમને ઉભા રહેવા માટે છત્રી લગાવવી જરૂરી છે. આ અગાઉ ત્રણ-ચાર વખત આ તમામ પોશ એરીયા તથા મેઇન રોડ ઉપર પેવર બ્લોક પાથરવા, સ્પીડ બ્રેકર લગાવવા રજુઆતો, જીલ્લા કલેકટર, પોલીસ અધિક્ષક, નગરપાલિકાને રજુઆત કરેલી છે. આ બાબત યોગé કરવા જવાબદાર તંત્રને જરૂરી સુચના તથા હુકમ બહાર પાડી યોગ્ય કરવા માંગણી છે.

Comments

comments

VOTING POLL