પોરબંદરના ટ્રક ડ્રાઇવરની વિમાની રકમ કંપનીમાં નહી ભરી છેતરપીડી

August 30, 2018 at 2:37 pm


પોરબંદરનો એક યુવાન મહારાષ્ટ્રમાં ટ્રક અકસ્માતમાં મૃત્યુ પામ્યો હતો તેનો વિમો તે જીવતો હતો ત્éારે ભર્યો હતો પરંતુ બે શખ્સોએ છેતરપીડી કરીને એ રકમ જે તે સમયે નહી ભરી હોવાનું મરણજનારના ભાઇના ધ્યાને આવતા તેણે પોલીસ ફરિયાદ નાેંધાતા ભારે ચકચાર જાગી છે.

છાંયા નવાપરા બીએસએનએલ ટાવર પાસે રહેતા રાજા મેરૂભાઇ રાતિયાએ એવી પોલીસ ફરિયાદ નાેંધાવી છે કે, તેના ભાઇ માલદેભાઇએ ટ્રક નં. જીજે 10 ઝેડ 9919નો વિમો ભરવા માટે તા. ર7/9/17ના રોજ છાંયા પંચાયતચોકી પાસે રહેતા હર્ષદ જીવનભાઇ બળેજાને 49600 રૂપિયા રોકડા આપ્યા હતા અને આ રકમ મળ્યાની તેણે ચોપડામાં કાચી નાેંધ કરી હતી. અને મુળ રાજુલા તથા હાલ આણંદ રહેતા હીતેશ પ્રેમજીભાઇ પરમારે રીલાયન્સ જનરલ ઈન્સ્યુરન્સ પોલીસી માટેના પૈસા આણંદ રીલાયન્સ જનરલ ઇન્સ્યુરન્સ કું.લી.ના બ્રાન્ચ સેલ્સ મેનેજરને મોકલાવેલા હતા અને તા. ર9/9/17થી તા. ર8/9/18 સુધીનો વિમો ઉતરાવેલ હતો જે પોલીસીના પૈસા જે તે સમયે તેમણે કંપનીમાં ભર્યા ન હતા તેથી કેન્સલ થયો હતો.દરમિયાનમાં ફરિયાદી રાજાભાઇના ભાઇ માલદેભાઇનું આ વિમો ઉતરાવેલ ટ્રકનું મહારાષ્ટ્રના મલ્કાપુર પોલીસ સ્ટેશન પાસે અકસ્માત થતાં તેઆે મૃત્યુ પામ્યા હતા. આ બનાવની હર્ષદ તથા હીતેશને જાણ થતાં તેમણે તા. 6/ર/18ના રોજ વિમાના રૂપિયા 49600 ભરીને વિમો ઉતરાવ્યો હતો. તેથી આ સમયગાળા દરમિયાન રાજાભાઇ અને મૃત્યુ પામનાર માલદેભાઇ સાથે ગુન્હાહીત વિશ્વાસઘાત કર્યો હોવાની બન્ને સામે પોલીસ ફરિયાદ નાેંધાઇ છે. આ બનાવ નરસંગ ટેકરી ઉપર આવેલા સીટીપોઇન્ટ કોમ્પ્લેક્ષમાં રાજ ઇન્સ્યુરન્સમાં બન્યાે હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.

Comments

comments

VOTING POLL