પોરબંદરના ડી.આર.ગારમેન્ટના ડાયરેકટરે બે અલગ-અલગ નામથી પાનકાર્ડ કઢાવી છેતરપીડી કરી

August 20, 2019 at 2:28 pm


પોરબંદરના વનાણામાં આવેલા જાણીતા ઉદ્યાેગગૃહ ડી.આર.ગારમેન્ટના ડાયરેકટરે બે અલગ-અલગ નામથી પાનકાર્ડ કઢાવીને છેતરપીડી કરતા જામનગર ઇન્કમટેકસ વિભાગના આસીસ્ટન્ટ કમીશ્નર દ્વારા ડાયરેકટર સામે પોલીસ ફરિયાદ નાેંધવામાં આવતા ભારે ચકચાર જાગી છે.

જામનગર ઇન્કમટેકસ સર્કલના આસીસ્ટન્ટ કમીશ્નર નરેન્દ્ર નિખારે દ્વારા એવા પ્રકારની પોલીસ ફરિયાદ નાેંધવામાં આવી છે કે, વનાણામાં આવેલ ડી.આર. ગારમેન્ટ પ્રા.લી. ના ડાયરેકટર ડાયાભાઇ અરશી ચગન ઉર્ફે લક્ષ્મણ અરશી આેડેદરા એ પોતાના આ બન્ને નામનો ઉપયોગ કરી અલગ-અલગ નામથી બે પાનકાર્ડ કઢાવ્યા હતા. ઇન્કમટેકસ એકટ 1961 માં થયેલી જોગવાઇ વિરૂધ્ધ પોતાના તથા પોતાના ઉર્ફે નામથી મેળવેલા આ બે પાનકાર્ડ કઢાવવા સુધી સીમીત રહ્યાે ન હતો પરંતુ તેણે પાનકાર્ડ નંબર એપીજીપીસી 26911 ડીઆર ગારમેન્ટ પ્રા.લી. પોરબંદરના નાણાકીય વ્યવહાર માટે ઉપયોગ કરેલ અને લખમણ અરશી આેડેદરા ના પાનકાર્ડ નં. એબીએપી 02429 ઇ થી અન્ય નાણાકીય વ્યવહારો માટે ગેરકાયદેસર રીતે ઉપયોગ કર્યો હતો.

ફરિયાદમાં એમ પણ જણાવાયું છે કે, આરોપી ડાયો પોતે બ્રીટીશન નાગરીક છે અને ડાયા અરશી ચગન ના નામવાળો પાસપોર્ટ ધરાવે છે, જે તેને વિદેશી નાગરીક દશાર્વતો હોવાથી નિયમ અનુસાર વિદેશી નાગરીક ભારતમાં જમીન લે-વેચ કરી શકતો નહી હોવાનું જાણવા છતાં ભારત સરકારના નિયમો, કાયદાઆેને અવગણીને છેતરપીડી કરીને પોતાના અન્ય લક્ષ્મણ અરશી આેડેદરા નામે બીજું પાનકાર્ડ ગેરકાયદેસર રીતે કઢાવીને આિથર્ક ઉપયોગ કરવા માટે મેળવ્યું હોવાનો ગુન્હો નાેંધાયો છે. તા. ર4/10/ર018 પહેલા કોઇપણ સમયે તેણે આવું કૃત્ય કર્યુ હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.

Comments

comments

VOTING POLL