પોરબંદરના તલાટીઆેએ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ વ્યકત કર્યો

September 11, 2018 at 4:54 pm


પોરબંદર સહિત રાજયના તલાટીમંત્રીઆેના પ્રશ્નોનું નિરાકરણ નહી આવતા આવેદન પાઠવી નિરાકરણ અંગે રજુઆત થઇ હતી તેમ છતાં તંત્ર નહી જાગતા અંતે તેઆેએ કાળીપટ્ટી ધારણ કરી ફરજ બજાવી વિરોધ વ્યકત કર્યો હતો.ત્રણેય તાલુકા પંચાયત કચેરી ખાતે વિરોધ પ્રદર્શન થયા હતા.
પોરબંદર જીલ્લા તલાટી કમ મંત્રી મંડળના પ્રમુખ મનીશ આેડેદરા અને છાંયાના રમેશ તરખાલાના નેતૃત્વમાં જીલ્લા કલેકટર સહિત ઉચ્ચ અધિકારીઆેને થાેડા દિવસ પહેલા રજુઆત કરીને જણાવાયું હતું કે, ગુજરાત રાજય તલાટી મહામંડળ દ્વારા લાંબા સમયથી સરકારમાં રજુઆત કરવામાં આવતી હોવા છતાં પોરબંદર સહિત રાજયના 11000 તલાટી મંત્રીઆેના પ્રશ્નોનું નિરાકરણ થતું નથી. ઉચ્ચ પગારધોરણમાં અન્યાય થાય છે તેમજ સરકાર દ્વારા સર્કલ ઇન્સ.ની જગ્યા અપગ્રેડ કરવામાં આવી, તલાટી મંત્રીને પ્રથમ બઢતી વિસ્તરણ અધિકારી પંચાયતમાં જ મળે છે તેથી તે દુઃખદ છે તેમજ ફીકસ પગારના કર્મચારીઆેની સેવાની સાલનો પ્રñ પણ પડતર છે તેનો નિકાલ લાવવા જોઇએ અન્યથા કાળીપટ્ટી ધારણ કરીને વિરોધ વ્યકત થશે. આથી સોમવારે પોરબંદરના તલાટીઆેએ કાળીપટ્ટી ધારણ કરીને ફરજ બજાવી હતી.
આગામી આયોજનો
તા 17/9ના ફરજ ઉપર હાજર રહીને પેનડાઉન કાર્યક્રમ કરશે. તા. ર9/9ના માસ સી એલ મુકીને સ્થાનિકકક્ષાએ દેખાવ કરશે અને બીજી આેકટોબર ગાંધીજન્મજયંતિના દિવસે ધરણા કરશે તેવી ચેતવણી આપવામાં આવી છે.

Comments

comments