પોરબંદરના ત્રણ માઇલ નજીક ટેન્કરે ઠોકર મારતા બાઇકચાલક ઘાયલ

April 13, 2019 at 2:03 pm


પોરબંદરના ત્રણ માઇલ નજીક ટેન્કરે ઠોકર મારતા બાઇકચાલક ઘાયલ થતાં પોલીસ ફરિયાદ નોંધાઇ છે.
પોરબંદરના દેગામ ગામે રામગુરૂ મંદિર પાસે રહેતા નિલેશ ભીમા ચુંડાવદરા નામના યુવાને એવી પોલીસ ફરિયાદ નોંધાવી છે કે, તે પોતાનું બાઇક લઇને ઓવરબ્રીજની સાઇડમાંથી પસાર થતો હતો ત્યારે ફત્પલસ્પીડે આવી રહેલા પાણીના ટેન્કરના ચાલકે બેફીકરાઇથી ટેન્કર ચલાવીને નિલેશના બાઇકને હડફેટે લઇ લેતા તે ફેંકાઇ ગયો હતો અને મોઢા તથા શરીરના ભાગે મુંઢ ઇજાઓ થઇ હતી. અકસ્માત સર્જયા બાદ ચાલક નાસી છુટયો હતો.
વાહનચાલકો સામે પગલા
શિતલાચોક પાસે રહેતો અસલમ અનવર મલેક પીધેલી હાલતમાં બાઇક લઇ નિકળ્યો ત્યારે બંદર ચોકી પાસેથી તેને પકડી લેવાયો હતો જયારે કુતિયાણાના જકાતનાકા પાસે રહેતો લીલા વજસી કેશવાલા ફત્પલસ્પીડે બાઇક લઇ ચુનારાવાસમાંથી નિકળ્યો ત્યારે તેની પણ ધરપકડ કરવામાં આવી હતી. કલ્યાણપુરના લાંબા ગામે રહેતો મુળુ ભીમશી રાવલીયા અશોક લેલેન્ડ ફોરવ્હીલ લઇ બેદરકારીભરી રીતે ચલાવતા નિકળ્યો ત્યારે બગવદર બસસ્ટેન્ડ પાસે તેની ધરપકડ કરવામાં આવી હતી

Comments

comments

VOTING POLL