પોરબંદરના પરંપરાગત લોકમેળામાં લાખોની જનમેદની ઉમટી

September 7, 2018 at 3:14 pm


પોરબંદરના ચોપાટી મેળા મેદાન પર યોજાયેલા જન્માષ્ટમીના મેળામાં લાખોની જનમેદની ઉમટી છે અને આવતીકાલે શુક્રવારે છેલ્લાે દિવસ છે અને કિંજલ દવે સૌને ડોલાવવા આવી રહી હોવાથી પોરબંદરવાસીઆેમાં પણ ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યાે છે.

પોરબંદર નગરપાલિકાના જન્માષ્ટમી લોકમેળાનું વિધિવત ઉદઘાટન ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયાના હસ્તે થયું હતું. આ તકે જીલ્લા કલેકટર એમ.એ. પંડયા, જીલ્લા પોલીસવડા ડો. પાથર્રાજસિંહ ગોહીલ, જીલ્લા પંચાયત પ્રમુખ નિલેશભાઇ મોરી, તાલુકા પંચાયત પ્રમુખ ભારતીબેન આેડેદરા, જીલ્લા ભાજપ પ્રમુખ વિક્રમભાઇ આેડેદરા, શહેર ભાજપ પ્રમુખ ખીમજીભાઇ મોતીવરસ, છાંયા નગરપાલિકા પ્રમુખ ગીતાબેન રામદતી અને પીજીવીસીએલના અધિક્ષક ઇજનેર ડી.બી. કોડીયાતર, પાલિકા પ્રમુખ અશોકભાઇ ભાદ્રેચા, ચીફ આેફીસર રૂદ્રેશભાઇ હુદડ, લોકમેળા સમિતિના અધ્યક્ષ કે.વી. બાટી, ઉપપ્રમુખ કીતિર્બેન સામાણી તથા એકઝી. કમીટીના ચેરમેન સરજુભાઇ કારીયા સહિત આગેવાનોએ હાજરી આપી હતી.

લાખો લોકો ઉમટ્યા

સાતમના દિવસે વરસાદને કારણે પાંખી જનમેદની બાદ આઠમથી વરાપ નીકળતા પોરબંદરના લોકમેળામાં ગુજરાતભરના શહેરોના અને ગામોના લાખો લોકો ઉમટી પડéા હતા. સવારથી જ ગ્રામ્યપંથકની જનતા મેળાની મજા માણવા માટે આવતી હતી તો બપોર પછી શહેરની જનતા મોડી રાત્રી સુધી મેળામાં મહાલતી જોવા મળી હતી. યુવક-યુવતીઆે અને બાળકોએ મેળામાં ડોલચી, ચકડોળ, ટોરાટોરા, બ્રેક ડાન્સ સહિત અવનવી રાઈડસનો ભરપૂર આનંદ માÎયો હતો. તેવી જ રીતે વિવિધ રમકડાના સ્ટોલ અને ખાણી-પીણીના સ્ટોલ પર આબાલ-વૃદ્ધાે સહુ કોઈની ભીડ જોવા મળી હતી.

પોલીસની કામગીરી બિરદાવાઈ

પોરબંદરના લોકમેળામાં પોલીસ દ્વારા ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે તેથી અનિચ્છનીય બનાવ ઉપર અંકુશ મૂકી શકાયો છે. ખાસ કરીને મહિલાઆે ખરીદી કરે છે તેવા કટલેરી અને બંગડીબજારના સ્ટોલ વિસ્તારમાં એકલવાયા રખડતા શખ્સોને દંડા પછાડીને દૂર કરવામાં આવે છે. તે ઉપરાંત સીસી ટીવીનો પણ ઉપયોગ કરીને લોકમેળા ઉપર સમગ્ર નજર પોલીસ રાખી રહી છે.

સાંસ્કૃતિક કાર્યક્રમોએ રંગ જમાવ્યો

સાતમના દિવસે સાંજે કરાટે નિષ્ણાંત કેતન કોટીયાના ગ્રુપ દ્વારા કરાટે, યોગ, ડાન્સ ઉપરાંત પ્રાેફેશનલ ટ્રેનર અને વિદ્યાથ}આે દ્વારા મનોરંજક કાર્યક્રમો રજુ થયા હતા તેમજ અંકીત મોનાણીનો ડાન્સ શો પણ યોજાયો હતો. જન્માષ્ટમીના દિવસે દેવભટ્ટ અને નેહાબેનની ટીમ દ્વારા શ્રીનાથજીની ઝાંખીનું આયોજન થયું હતું. ત્યારબાદ રાજભા ગઢવી અને નિર્મલદાનની ટીમે લોકડાયરામાં રંગ જમાવ્યો હતો. રવિ એરડાના આેરકેસ્ટ્રા ગ્રુપે લોકલ મ્યુઝીકલ પાર્ટી રજુ કરી હતી.

આજે અને આવતીકાલે આયોજન

પોરબંદરના લોકમેળામાં આજે બિરજુ બારોટ તથા ટીમનો કાર્યક્રમ યોજાશે. મેળાના અંતિમ દિવસે તા. 7/9ના કીજલ દવે તથા તેની ટીમ પોરબંદરવાસીઆેને ડોલાવવા માટે આવી રહી છે.

Comments

comments