પોરબંદરના બરડાડુંગરમાંથી દેશી દારૂ ભરીને નીકળેલા ત્રણ Kટ ઝડપાયા

September 7, 2018 at 3:14 pm


પોરબંદર જિલ્લામાં દારૂની પ્રવૃતી સદંતર બંધ કરવાની ઝુંબેશ પોલીસ અધિક્ષક ડો. પાથર્રાજસિંહ ગોહિલે ઉપાડી છે, જેના ભાગરૂપે બરડાડુંગરમાંથી પોરબંદર શહેરમાં મોટા પ્રમાણમાં દેશી દારૂ Kટ મારફતે આવે છે તેવી માહિતી પોલીસ અધિક્ષકને મળી હતી. આથી પોરબંદર પોલીસના સ્પેશ્યલ આેપરેશન ગૃપ દ્વારા બાતમી મેળવવાના ઘનિષ્ઠ પ્રયાસો હાથ ધરવામાં આવતા શનિવારે મધ્યરાત્રીએ પોલીસ હેડ કોન્સ્ટેબલ કિશનભાઈ ગોરાણીયા તથા વિજયભાઈ જોષીને ચોક્કસ બાતમી મળી હતી કે ”બરડાડુંગરમાંથી ત્રણ Kટ દેશી દારૂ ભરીને નીકળેલ છે અને તે બોરીચાથી બખરલા જતા રસ્તાની ડાબી બાજુ બાવળની કાંટમાં દારૂનો જથ્થાે ઉતારી ત્યાંથી સપ્લાય કરે છે.” આ પ્રકારની બાતમીના આધારે બાવળની કાંટમાં ચારેય બાજુ એસ.આે.જી. સ્ટાફના માણસો વોચમાં ગોઠવાઈ ગયા હતા. જેના એકાદ કલાક બાદ ચાલુ વરસાદમાં ત્રણ ઊંટ દેશી દારૂ ભરીને આવેલ. તેની પાછળ એક મોટરસાયકલ આવેલ અને દારૂ Kટમાંથી નીચે ઉતારતા હતા ત્યારે તેને પકડવા માટે એસ.આે.જી. સ્ટાફના માણસો ચારે બાજુથી દોડીને આવેલ ત્યારે નાસભાગ મચી ગઈ હતી અને ત્રણ Kટચાલક પૈકી એક ચાલક આદિત્યાણા ગામનો રાજા હીરા મોરી સહિત દારૂ લેવા આવેલા ત્રણ ઈસમો પોરબંદરના ખારવાવાડમાં રહેતા હિતેષ ઉર્ફે કાલુ પ્રવિણભાઈ પાંજરી અને વિપુલ ઉર્ફે વાઘેલો વેલજી પકડાઈ ગયા હતા. જ્યારે અન્ય બે Kટચાલક આદિત્યાણા ગામના રૈયા જીવા ગુરગુટીયા તથા દેવા લખમણ ગુરગુટીયા નાસી ગયા હતા.

પોલીસે આ દરોડામાં 16,500 રૂપીયાની કિંમતનો 825 લીટર દેશી દારૂ, 10 હજાર રૂપીયાનું એક મોટરસાયકલ તથા 75 હજાર રૂપીયાની કિંમતના ત્રણ Kટ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ દરોડાની કામગીરી ઈન્ચાર્જ એસ.આે.જી. પી.આઈ. એન.કે. મણવર, એ.એસ.આઈ. મેરામણભાઈ, હેડ કોન્સ્ટેબલ કિશનભાઈ, બટુકભાઈ, અજયસિંહ, મહેબુબખાન તથા પોલીસ કોન્સ્ટેબલ વિજયભાઈ, દેવેન્દ્રસિંહ, પ્રફºલભાઈ, સરમણભાઈ, સુરેશભાઈ નકુમ, માલદેભાઈ વગેરેએ કરી હતી.

Comments

comments