પોરબંદરના યુવાનને ન્યુઝીલેન્ડમાં નોકરી અપાવવાના બહાને લાખોની છેતરપીડી કરનાર શખ્સ જેલહવાલે થયો છે.

February 1, 2018 at 1:24 pm


અત્રે પ્રાપ્ત વિગત મુજબ પોરબંદર છાયા પ્લોટ શેરી નં. 6માં રહેતા મનસુખભાઇ તુલસીદાસ ચાવડા એ કમલાબાગ પો.સ્ટે.માં ફરિયાદ લખાવેલ કે, તેઆે જી.ઇ.બી.માં નોકરી કરે છે અને તેઆેના પુત્ર વત્સલ ચાવડા કે જે રાજકોટ વિવેકાનંદ હોટલ મેનેજમેન્ટ ઇન્સ્ટીટયુટમાંથી ચાર વર્ષનો ડીગ્રી હોટલ મેનેજમેન્ટનો કોર્ષ કરેલ અને ત્યારબાદ વારંવાર નોકરી માટે ઇન્ટરનેટમાં સર્ચ કરી વિદેશમાં નોકરી મેળવવાનો પ્રયત્ન કરતા ઇન્ટરનેટ મારફતે રાજસ્થાન કંપનીના એજન્ટ અજયસિંહ યાદવનો સંપર્ક થતાં ફરિયાદીના પુત્ર વત્સલ અને ફરિયાદી સાથે વારંવાર ફોન ઉપર વાતચીત થયા બાદ પોતાની કંપની મારફતે રૂા. 3,00,000/-ના ખર્ચમાં ફરિયાદીના પુત્ર વત્સલને માસીક રૂા. 80,000/- થી 90,000ના પગારમાં ન્યુઝીલેન્ડ દેશમાં બે વર્ષ માટેની વર્ક પરમીટ વિઝા તથા નોકરી અપાવવા અને અમદાવાદ થી ન્યુઝીલેન્ડ સુધી ટીકીટના ખર્ચ સહિત તમામ જવાબદારી અજયસિંહ યાદવ દ્વારા ફરિયાદીના પુત્રને આપતા ફરિયાદીના પુત્રએ પાસપોર્ટ અને ઝેરોક્ષ સર્ટીફીકેટ કંપનીના સરનામે રાજસ્થાન મોકલાવેલા અને અજયસિંહ દ્વારા રૂા. 3,00,000ની માંગણી કરી હતી.

તા. 15/3/2016ના એ ટીમ હોસ્પિીટાલીટી સોલ્યુશન એન્ડ સવિર્સ પ્રા.લી.ના બેંક ખાતામાં આઇ.સી.આઇ.સી.આઇ. બેંક, હલવર બ્રાન્ચ, રાજસ્થાનમાં જમા કરાવેલા ત્éારબાદ બે માસ પછી આગળની પ્રાેસીઝર કરવા અજયસિંહ દ્વારા વધુ રૂા. 70,000/-ની માંગણી થતાં તે પણ ઉપરોકત વિગતે આપેલા અને તે રકમ રૂા. 3પ,000/-ના બે અલગ-અલગ ચેક દ્વારા જમા કરાવેલ.

ત્યારબાદ અજયસિંહ દ્વારા વત્સલને ન્યુઝીલેન્ડના બદલે ચીનના મકાઉ શહેરમાં નોકરી આપવાની આેફર કરી વધુ રૂા. ર,00,000ની માંગણી કરતા વત્સલભાઇ જયપુર મુકામે તથા અલવર મુકામે રૂબરૂ જઇ એજન્ હિમાંશુ પાંડે અને અલવર ખાતે અજયસિંહ બન્નેને રૂબરૂ મળેલ અને અજયસિંહ દ્વારા તેઆેની ટીમ સોસાયટી ખાતે મકાને પણ લઇ જઇ ફરિયાદીના પુત્રને સમજાવવાની ખાત્રી આપતા ફરિયાદીના પુત્ર વત્સલ રાજસ્થાનમાં જ હતા ત્éારે ફરિયાદીએ અજયસિંહના કહેવા પ્રમાણે એ ટીમ હોસ્પિીટાલીટી સોલ્યુશન એન્ડ સવિર્સ પ્રા.લી.ના ખાતામાં વધુ રૂા. ર,00,000/- જમા કરાવેલા હતા.

અને ત્યારબાદ એક માસમાં ચીનના મકાઉ શહેરમાં નોકરી અપાવવા તથા ત્éાં જવાની વિઝા, ટીકીટ, હોટલ, રહેવા-જમવાનું અને નોકરી સહિતનો તમામ ખર્ચ રૂા. 3,00,000/- થઇ જશે તેવી વાત કરેલ હોવા છતાં અને એક માસ થઇ જવા છતાં વિઝા કે, ટીકીટ ન મળતાં ફરીયાદી દ્વારા અજયસિંહ પોતાની વાતમાંથી ફરી જઈ અને ટીકીટ, વિઝા અને હોટેલનો ખર્ચ વત્સલે પોતે કરવાનો છે તેવું કહેતાં ફરિયાદીને થયેલ કે, નોકરીનું કામ થતું હોય તો વધુ ખર્ચ કરવાની તૈયારી બતાવી બાદ રૂા. 42,000 અમદાવાદથી ચેન્નાઈ તથા ચેન્નાઈથી મકાઉ જવાનો ખર્ચ તથા વિઝાપેટે ચૂકવેલ હતા, તેમજ અમદાવાદથી ચેન્નાઈ પહાેંચ્યા બાદ આઠ દિવસ રોકાવવા માટે રૂા. 7,000 નો હોટલ ખર્ચ અને ચેન્નાઈથી વાયા બેંકીક મકાઉ તા. 24/7/2016 ની ફ્લાઈટમાં વત્સલને અજયસિંહ અને હિમાંશુ પાંડે દ્વારા ચીનના મકાઉ શહેરમાં નોકરી અપાવવાનું વચન આપી મોકલતાં અને ત્યાં મકાઉ ખાતે પણ 25 દિવસ રોકાયેલા અને ત્યાં રહેવા, જમવાનો ખર્ચ રૂા. 25 હજાર થયેલો અને માત્ર ખોટા બહાના બતાવી બે વખત ઈન્ટરવ્યુ, નક્કી કરેલ પગાર કે, નોકરી ન અપાવતાં ત્યાંનો વિઝાનો એક માસ પૂરો થાય તેમ હોવાથી તા. 13/8/2016 ના રોજ ફરિયાદીના પુત્રને ફરિયાદીએ પોરબંદરથી પ્લેન ટીકીટ બુકીગ કરાવી મોકલતાં તા. 18/8/2016 ના ચીનના મકાઉ શહેરથી નીકળી તા. 19/8/2016 ના રોજ સવારે અમદાવાદ પરત આવેલ અને તેનો પણ રીટર્ન ખર્ચ રૂા. 23,500 ફરિયાદીએ કરવો પડેલ હોય, અને ત્યારબાદ અજયસિંહનો મોબાઈલમાં સંપર્ક કરી ફરિયાદીએ રૂા. 3,00,000 તથા ખર્ચના રૂા. 87,500 વ્યાજ સહિત પરત માંગણી કરતા અજયસિંહ અને હિમાંશુ પાંડે દ્વારા ખોટા બહાના તથા આજ-કાલનો સમય આપી અને બન્ને વ્યિક્તઆેએ પોતાના મોબાઈલ સ્વીચ આેફ કરી દીધેલ અને તે રીતે ફરિયાદીના પુત્રને અજયસિંહ તથા હિમાંશુ પાંડે દ્વારા વિદેશમાં નોકરી આપવાની લાલચ આપી બેંક મારફતે અલગ-અલગ ખાતામાં રકમ નખાવી ફરિયાદીના પુત્રને ખોટી રીતે વિદેશ મોકલાવી છેતરપીડી તથા વિશ્વાસઘાત કરેલાની ફરિયાદ આપવામાં આવેલી હતી.

આમ, તપાસના કામે કમલાબાગ પોલીસે આ કામના આરોપી અજયસિંહ યાદવને કોર્ટમાં પકડી લાવી રજુ કરતા અને ચેકલીસ્ટ રજુ કરેલ અને તપાસ કરનાર પોલીસ અધિકારી દ્વારા આરોપીના ત્રણ દિવસના રીમાન્ડ મંજુર કરવા રજુઆત કરતાં જણાવેલ કે, ગુન્હાના કામે હિમાંશુ પાંડેને અટક કરવાનો હોય અને તેની આેફિસ તે કાયમ બંધ કરી જતો રહેલ હોય, જેથી અન્ય આરોપીની તપાસ માટે આ આરોપીને સાથે રાખીને જઈ શકે તે માટે રીમાન્ડની માંગણી કરેલી, તથા આરોપીઆે સિવાય અન્ય કોઈ સહઆરોપી સંડોવાયેલ છે કે કેમ ં તે અંગે હાલના આરોપીની ઉંડાણપૂર્વક પૂછપરછ કરી અને ગુન્હાના મુળ સુધી અને મુખ્ય આરોપી સુધી પહાેંચવું જરૂરી હોય, તેથી ત્રણ દિવસના રીમાન્ડ મંજુર કરવા પોલીસ અધિકારી દ્વારા રીમાન્ડ માંગવામાં આવેલી.

ત્યારે બચાવ પક્ષે પોરબંદરના વિદ્વાન ધારાશાંી જે.પી. ગોહેલની આેફિસ તરફથી એમ.જી. શીગરખીયા, એન.જી. જોષી, વિનુભાઈ જી. પરમાર, રાહુલ એમ. શીગરખીયા, જીજ્ઞેશભાઈ ચાવડા અને એમ.ડી. જુંગી, પી.બી. પરમાર વિગેરે હાજર રહ્યા હતા. અને બચાવ પક્ષે એમ.જી. શીગરખીયાએ પોતાની ધારદાર દલીલમાં જણાવેલ કે, સર્વોચ્ચ અદાલતે ચુકાદામાં પ્રસ્થાપિત કરેલ સિદ્ધાંતોને ધ્યાને લેવા અને આ કામની તપાસ યોગ્ય દિશામાં થવી જઈએ પરંતુ આરોપીની અટક કરવા માટે રીમાન્ડ મેળવી શકાય નહી, તેમજ આ ગુન્હો પોલીસ અધિકારનો ગુન્હો છે અને qક્ર.પ્રાે. કોડ કલમ-41 મુજબ મેજીસ્ટ્રેટના હુકમ વિના પણ આરોપી કે, આરોપીઆેને ગુન્હાના કામે અટક કરી શકે તેમ છે અને તે રીતે વિવિધ દલીલો દ્વારા રીમાન્ડ ન આપવા કોર્ટને અરજ કરતા કોર્ટે આરોપીની રીમાન્ડ માંગણી અરજી નામંજુર કરી આરોપીને જ્યુડી. કસ્ટડીમાં લેવાનો હુકમ કરવામાં આવેલ જે હુકમ તા. 25/1/18 ના રોજ કરવામાં આવેલ.

Comments

comments

VOTING POLL