પોરબંદરના લઘુઉદ્યાેગોના બાકી વેરાની સ્થળ ઉપર રીકવરી કેમ્પ યોજાશે

May 9, 2018 at 2:08 pm


પોરબંદરના ઉદ્યાેગનગરમાં આવેલ નાના-મોટા મળીને 600 જેટલા યુનિટો આવેલા છે તેમને દરવર્ષે જુદા-જુદા પ્રકારની જી.આઇ.ડી.સી. દ્વારા સવિર્સ મળતી હોય છે અને તેનો વેરો સમયસર ભરી દેવાનો હોય છે નહી ભરનારને જુન મહીનાથી વ્યાજ 1પ ટકા આપવું પડે છે અને જુનાગઢ આેફીસે જઇને આ વેરો ભરવો પડે છે.

જુનાગઢ જીઆઇડીસીની કચેરીથી જ જવાબદાર અધિકારીઆે અને સ્ટાફ તા. 10 અને તા. 11 બે દિવસ પોરબંદર જીઆઇડીસી એશો. આેફીસે વેરા વસુલાત માટે કેમ્પ કરશે અને સ્થળ ઉપર જ વેરાની ઉઘરાણી કરશે. જેથી ઉદ્યાેગકારને જુનાગઢ વેરો ભરવા માટે જવું પડશે નહી. આ ઉદ્યાેગનગરમાં સૌથી વધુ હેવી ઇન્ડસ્ટ્રીઝ તરીકે આેરીયેન્ટ એબ્રેસીવ્ઝને 1 રૂપિયો 10 પૈસા સવિર્સચાર્જ તેના વિસ્તાર અનુસંધાને અંદાજે ર લાખ ર0 હજાર ચુકવે છે. આ પ્રકારનો વેરો જીઆઇડીસી ઇન્ડસ્ટ્રીયલ એશો. દ્વારા જે સવિર્સ લાઇટબીલ, જનરલ ખર્ચ, ઉગી નિકળેલ બાવળનુ કટીગ તેમજ સ્ટ્રીટલાઇટ ખરીદી વગેરે ઉપર લેવામાં આવે છે અને તે જમીના મીટર પ્રમાણે સવિર્સ ચાર્જ 1 રૂપિયો 10 પૈસા વસુલ કરવામાં આવે છે જે વધુમાં વધુ ર લાખ ર0 હજાર અને આેછામાં આેછો વેરો હાઉસીગ ધરાવનારને ર00 મીટર હોય તો ફકત ર00 રૂપિયા જેટલો વેરો ભરવાનો હોય છે. લઘુઉદ્યાેગપતિઆેએ તેમના યુનીટનો વેરો આગામી તા. 10 અને તા. 11 મે દરમિયાન જ અચુક ભરી જવાની યાદી જીઆઇડીસી ઇન્ડસ્ટ્રીય વેલ્ફેર એશો.ના પ્રમુખ જીણુભાઇ દયાતર, ચેરમેન પુંજાભાઇ આેડેદરા અને સેક્રેટરી ધીરૂભાઇ કકકડે આપી છે.

Comments

comments

VOTING POLL