પોરબંદરના સત્યનારાયણ મંદિરના દ્વાર ખૂલ્યા

August 21, 2019 at 2:52 pm


પોરબંદરના 72 વર્ષ જુના અને હજારો ભક્તોના આસ્થાના કેન્દ્ર સુપ્રસિÙ સત્યનારાયણ મંદિરના સ્ટાફ ઉપર સોમવારે હુમલો થયા બાદ અને વાતાવરણમાં કેટલાક તત્વોએ ભય ફેલાવતા ટ્રસ્ટીઆેએ મંદિરના દરવાજા બંધ કરી, બહાર બોર્ડ મારી દીધું હતું.
પોલીસમાં મંદિરના ક્લાર્ક જતીનભાઈની ફરિયાદ લેવાને બદલે સામાપક્ષની ફરિયાદ અરજી લીધાનું બહાર આવ્યું હતું.
મંદિરના મુખ્ય ટ્રસ્ટી ભરતભાઈ માખેચાએ બહારગામથી આવીને મંદિરની આસ્થા અને પવિત્રતાને નજરમાં રાખીને બન્ને પક્ષો વચ્ચે સમાધાનનો વ્યવહારૂ રસ્તો અપનાવતા તેમના પ્રયાસો સફળ રહ્યા હતા અને સમાધાનથી શાંતિ સ્થપાતા મંદિરના દ્વાર બે દિવસથી ખૂલ્લા રાખવામાં આવતા ભક્તોમાં પણ ધામિર્ક શાંતિ સાથે પ્રભુભિક્તનો આનંદ છવાયો હતો.

મંદિરમાં અમુક અસામાજીક તત્વો દખલગીરી કરતા હોવાથી તેમની સામે કડક કાર્યવાહી કરવા પોરબંદરના એસ.પી. ને ટ્રસ્ટીઆેએ એક લેખિત નામજોગ ફરિયાદ અરજી આપી છે અને કડક પગલા ભરવાની માંગણી પણ કરી છે.

સમગ્ર બનાવની વિગત એવી હતી કે સત્યનારાયણ મંદિરની બહાર બેઠેલા ભિક્ષુકો કોઈને કોઈ કારણોસર મંદિરની દિવાલને નુકસાન કરતા હતા. જેથી મંદિરના ક્લાર્ક જતીન પંડéાએ આમ કરવાની ના પાડતા અને તેની સાથે માથાકૂટ થઈ ત્યારે મંદિરમાં દર્શને આવતા પ્રેમજીભાઈ નામના દર્શનાથ}એ આ માથાકૂટમાં વચ્ચે પડéા હતા અને ઝઘડો વધી ગયો હતો. એવામાં કોઈએ જતીનભાઈને ”મંદિર તારા બાપનું નથી” તેમ કહેતા માથાકૂટ અને ગાળાગાળી થઈ હતી. મંદિરના સંચાલકોએ જણાવ્યા મુજબ ક્લાર્ક જતીન પંડéા ઉપરાંત અન્ય સ્ટાફને પણ અંદર ઘૂસી આવેલા કેટલાક શખ્સોએ મારામારી કરીને માર માર્યો હતો. પરિણામે મંદિરના દરવાજા બહાર તાળુ મારીને આ અંગે ભક્તોને જાણ કરવામાં આવી હતી. ક્લાર્કની પોલીસ ફરિયાદ પણ પ્રથમ તબક્કે લેવામાં આવી નથી તેમ પણ ટ્રસ્ટીઆે જણાવે છે. પરંતુ બહારગામથી આવી ગયેલ ટ્રસ્ટી ભરતભાઈ માખેચાએ સમગ્ર વાતાવરણને શાંત અને પવિત્ર રાખવા બન્ને પક્ષોની વચ્ચે સમાધાન કરાવી લીધું છે.

Comments

comments

VOTING POLL