પોરબંદરના PSI નું વાહન અકસ્માતે કરૂણ મોત થતાં પોલીસ બેડામાં શોક

January 22, 2019 at 1:36 pm


પોરબંદરમાં આેપરેશન સાગર સુરક્ષા કવચ ચાલી રહ્યું છે તે અનુસંધાને વહેલીસવારે કમલાબાગ પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. આેલવેધર પોર્ટની જેટી તરફ જતાં ગેઇટ પાસે આેનડયુટી હતા ત્યારે એક સુરક્ષા એજન્સીના કર્મચારીની કારે બેરીકેટને ઠોકર મારતા તે ઉછળીને અધિકારીના માથામાં પડતા ગંભીર ઇજા થઇ હતી અને હોસ્પિટલે પહાેંચે તે પહેલા તેમનું કરૂણ મોત નિપજતાં પોલીસ બેડામાં શોકનો માહોલ જોવા મળી રહ્યાે છે.
બનાવની વિગત એવી છે કે, પોરબંદરના કમલાબાગ પોલીસ મથકના પોલીસ સબ ઇન્સ. અરજણભાઇ જી. પાડા આેપરેશન સાગર સુરક્ષા કવચ અનુસંધાને આેલવધેર પોર્ટની જેટી તરફ આવેલા જી.એમ.બી.ના ગેઇટ પાસે પોતાની ફરજ ઉપર હતા ત્યારે વહેલીસવારે સુરક્ષા એજન્સીના કર્મચારી પોતાની કાર લઇને જેટી તરફ નિકળ્યા ત્યારે દરવાજા પાસે રાખેલ બેરીકેટ સાથે તેની કાર જોરદાર અથડાઇ હતી અને બેરીકેટ હવામાં ઉછળીને ફરજ બજાવી રહેલા સબ ઇન્સ. એ.જી.પાડાના માથામાં ખુંપી ગયું હતું અને ગંભીર ઇજા થઇ હતી આથી સારવાર માટે તેમને સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવતા હતા પરંતુ તે પૂર્વે જ તેમનું મોત નિપજયું હતું.
બનાવની જાણ થતાં પોરબંદરના જીલ્લા પોલીસવડા ડો. પાથર્રાજસિંહ ગોહીલ, ડીવાયએસપી જુલી કોઠીયા સહિત ઉચ્ચ અધિકારીઆે પણ સરકારી હોસ્પિટલે દોડી ગયા હતા. મૃતક અધિકારી રાજુલા પંથકના હોવાનું જાણવા મળ્યું છે. અચાનક આ બનાવ બનતા અનુભવી અધિકારીનું નિધન થતાં તેમના પરિવારને આ દુઃખ સહન કરવાની ભગવાન શિક્ત આપે તેમ જણાવીને મૃતકના પરિવારજનોને પણ પોલીસ અધિકારીઆેએ અને કર્મચારીઆેએ સાંત્વના આપી હતી. મોટી સંખ્યામાં પોલીસ અધિકારીઆે સહિત કર્મચારીઆે ભાવસિંહજી હોસ્પિટલે પહાેંચી ગયા હતા. અકસ્માતના આ બનાવમાં ગુન્હો નાેંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Comments

comments

VOTING POLL