પોરબંદરની ચોપાટી ઉપર 70 કરોડના ખર્ચે ચાર માળનો ‘સી-વ્યુ શોપીગ મોલ’ બનશે

November 27, 2018 at 2:32 pm


પોરબંદરની ચોપાટી રમણીય છે અને તેને વધુ સુંદર બનાવવા તથા વેપાર-ધંધાનો વિકાસ થાય તે માટે રૂપિયા 70 કરોડના ખર્ચે ચાર માળનો ‘સી-વ્યુ શોપીગ મોલ’ બનશે અને તે મેટ્રાેસીટીમાં હોય તે પ્રકારની તમામ આધુનિક સુવિદ્યાઆે સાથેનો માત્ર દોઢ વર્ષની અંદર તૈયાર થઇ જશે.

પોરબંદરની અગ્રગÎય વેપારી સંસ્થા પોરબંદર ચેમ્બર આેફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા નવા વર્ષનું સ્નેહમિલન આયોજન આવ્યું ત્યારે બિરલા હોલ ખાતે આ મહત્વની જાહેરાત પોરબંદરના ધારાસભ્ય અને પૂર્વકેબીનેટમંત્રી બાબુભાઇ બોખીરીયાએ કરી હતી.

60 થી 70 કરોડના ખર્ચે સી-વ્éુ શોપીગ મોલ

પોરબંદરની ચોપાટી ઉપર હજારો પ્રવાસીઆે ફરવા આવે છે, દેશ-વિદેશના સહેલાણીઆેને ચોપાટી ઉપર જ તમામ પ્રકારની ખરીદીની સુવિદ્યાઆે સહિત ખાણીપીણીની વ્યવસ્થા એક જ જગ્યાએ મળી રહે તે માટે નગરપાલિકાના પાર્ટીપ્લોટમાં 60 થી 70 કરોડના ખર્ચે અત્યંત આધુનિક અને મેટ્રાેસીટીમાં હોય તે પ્રકારનું શોપીગ મોલ ‘સી-વ્યુ શોપીગ મોલ’ બનાવવામાં આવશે અને તેનો આકાર ‘પાણીની બુંદ’ આકારનો હશે. તેમ જણાવીને ધારાસભ્é બાબુભાઇ બોખીરીયાએ તેની વિસ્તૃત માહિતી આપતા જણાવ્éું હતું કે, આ શોપીગ મોલમાં ર4ર જેટલી આધુનિક સુવિદ્યાઆે સાથેની દુકાનો હશે.

ચાર માળના આ મોલનું કામ માત્ર દોઢ વર્ષની અંદર પૂર્ણ થશે અને તેની દુકાનો હરરાજીથી લીઝ ઉપર આપવામાં આવશે. તેમાં ગાર્ડન, ફºવારા, હોલ સહિત આેપનએર થીયેટર વગેરેની સુવિદ્યાઆે પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. પોરબંદરની ચોપાટી ઉપર વર્ષે લાખો પ્રવાસીઆે ફરવા માટે આવે છે ત્યારે દેશ-વિદેશના પ્રવાસીઆે સહિત પોરબંદરવાસીઆેને એક જ જગ્યાએથી તમામ ચીજવસ્તુઆે મળી જાય તેમજ ખાણીપીણીની પણ સારી સગવડ મળે તે માટે આ આયોજન કરવામાં આવનાર છે. બોમ્બે અને અમદાવાદ જેવા મોટા શહેરોમાં હોય તે પ્રકારના આ શોપીગ મોલને લીધે પોરબંદરમાં રોજગારી વધશે.

163 રોડના કામ ધમધમશે

પોરબંદરમાં ભુગર્ભગટરના ખોદકામ પછી ઘણા બધા રસ્તાઆે બિસ્માર બની ગયા હતા તે પૈકી અનેક રસ્તાને ડામરથી મઢવાની કામગીરી સંપન્ન થઇ છે. તો બીજા તબકકામાં કુલ 163 રોડ ડામરથી મઢવાના બાકી રહી ગયા છે તે તમામનું ટેન્ડર ટુંµક સમયમાં નિકળશે અને રોડના કામ પૂર્ણ કરીને સમગ્ર શહેરને ડામરથી મઢી આપવામાં આવશે.

પ000 કરોડના નેશનલ હાઇવેની કામગીરીથી જીલ્લાનો વિકાસ વધશે

પોરબંદર જીલ્લાને જોડતા દ્વારકા-સોમનાથ નેશનલ હાઇવેને ફોરલેન બનાવવાની કામગીરી પ000 કરોડના ખર્ચે ધમધમી રહી છે તેના કારણે પોરબંદર જીલ્લાનો વિકાસ આસમાનને આંબશે તેમ જણાવીને ધારાસભ્ય બોખીરીયાએ આ પ્રાેજેકટ વિશેની પણ વિસ્તૃત માહિતી પુરી પાડી હતી.

નવા પોર્ટથી માછીમારી ઉદ્યાેગ હરણફાળ ભરશે

કુછડી નજીક 400 કરોડના ખર્ચે નવું પોર્ટ બનવાનું છે તેનાથી માછીમારી ઉદ્યાેગ હરણફાળ ભરશે તેમ જણાવીને તેમણે વધુમાં ઉમેર્યુ હતું કે, પ000 જેટલી બોટો પાકંગ થઇ શકે તેવું આધુનિકકક્ષાનું અને ભારતનું પ્રથમ યુરોપીયન સુવિદ્યાવાળુ બંદર પોરબંદરને મળવાનું હોવાથી દરિયાઇ માર્ગે પણ પોરબંદરનો વેપાર-ધંધો વધુ વિકસશે.

રીવરફ્રન્ટ થી સુંદરતા વધશે

શહેરની સુંદરતાને ચાર ચાંદ લગાડવા માટે કલ} રિવરફ્રન્ટની કામગીરી ધમધમી રહી છે અને 30 કરોડના ખર્ચે પ્રથમ ફેઝનું કામ પૂર્ણ થવાને આરે છે તેથી પોરબંદરવાસીઆેને ફરવા માટેની અત્યંત સુંદર સુવિદ્યા ઉપલબ્ધ થવાની છે તેના કારણે પોરબંદરના પ્રવાસન ઉદ્યાેગને વેગ મળશે તેમ ઉમેર્યુ હતું.

ગરીબો માટે તૈયાર થયેલા મકાનોનો ઉપયોગ કરવા અપીલ

ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયાએ જણાવ્éું હતું કે, મીશન સીટી યોજના અંતર્ગત પોરબંદરને 872 કરોડ રૂિ5યાની ગ્રાન્ટ મળી જેમાં બોખીરા-કુછડી રોડ ઉપર ગરીબો માટે 2448 મકાનો તૈયાર છે અને ફકત પ000 રૂપિયામાં જ આ મકાન આપવામાં આવી રહ્યા છે ત્યારે લોકોએ ગેરમાર્ગે દોરાયા વગર એ મકાનો લેવા જોઇએ અને ત્યાં સ્થળાંતર કરવું જોઇએ.

સુદામા ડેરીના પેકીગ પ્લાન્ટથી રોજગારી વધશે

કુતિયાણામાં સુદામાડેરી દ્વારા અમુલનો પેકીગ પ્લાન્ટ શરૂ થવાનો છે તેથી કુતિયાણા સહિત પોરબંદર જીલ્લામાં રોજગારીનો વ્યાપ વધશે. એટલું જ નહી પરંતુ વેપાર-ધંધામાં પણ વધારો થશે તેમ જણાવીને દુધથી થનારા પોરબંદરના વિકાસ વિશે નકારાત્મક વાતો ફેલાવનારાઆેથી ચેતતા રહેવા પણ ટકોર કરી હતી.

ભુગર્ભગટરનું કનેકશન મેળવવા યાદી

ધારાસભ્é બાબુભાઇ બોખીરીયાએ પોરબંદરવાસીઆેને ખાસ અપીલ કરતા જણાવ્éું હતું કે, ભુગર્ભગટરનું કામ પૂર્ણ થઇ ગયું છે તેથી મુખ્ય મોટી ગટરો બંધ કરવામાં આવનાર છે માટે લોકોએ વહેલીતકે ભુગર્ભગટરના કનેેકશનો મેળવી લેવા જોઇએ.

અન્ય વિકાસ કામોની યાદી

ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયાએ અન્ય વિકાસકામોની યાદી આપતા જણાવ્éું હતું કે, પોરબંદરમાં મુખ્ય રસ્તાની ફºટપાથાે સહિત ગલીએ ગલી સિમેન્ટ બ્લોકથી મઢવાની કામગીરી આગળ વધી રહી છે. એટલું જ નહી પરંતુ પોરબંદરમાં અગાઉ માત્ર રપ કી.મી.ના જ ડામર રોડ હતા જયારે અત્યારે ર45 કી.મી.ના ડામર રોડ શહેરમાં બની રહ્યા છે તેથી લોકોને સારી સુવિદ્યા ઉપલબ્ધ થઇ રહી છે.

ચેમ્બર પ્રમુખ દ્વારા ઉદબોધન અને રજુઆત

આ સ્નેહમિલનમાં ચેમ્બર આેફ કોમર્સના પ્રમુખ જીજ્ઞેશ કારીયાએ તેમના ઉદબોધનમાં સૌને નવા વર્ષની શુભેચ્છા પાઠવવાની સાથાેસાથ પોરબંદર ચેમ્બરે લોકોના હેલ્મેટના પ્રñે, બીએસએનલ અને રેલ્વેના પ્રશ્નોનું નિરાકરણ કરાવ્éું હોવાની જાહેરાત કરી હતી. એટલું જ નહી પરંતુ વધુ રજુઆતોમાં ધારાસભ્યસમક્ષ એવું જણાવ્éું હતું કે, શહેરમાં પાણીની સમસ્યા વિકટ બને નહી તે માટે યોગ્ય વ્યવસ્થા થાય તે જરૂરી છે તેના જવાબમાં ધારાસભ્é ઉપરાંત જીલ્લા કલેકટર મુકેશ પંડયાએ જણાવ્éું હતું કે ,માત્ર 4 મહીનાની અંદર જ ઉપલેટા પાસેથી નર્મદાની પાઇપલાઇનની કામગીરી પૂર્ણ થશે જેનાથી માર્ચ મહીનાથી પોરબંદરને નર્મદાનું પાણી મળતું થઇ જશે. તે ઉપરાંત શહેરમાં સીટી બસ સેવા બંધ થઇ ગઇ છે તેમાં ગાંધીનગર આરટીઆેને રજુઆત કરીને વહેલીતકે સીટી બસ દોડતી થાય તેવી માંગણી પણ કરવામાં આવી હતી જેનો હકારાત્મક પ્રત્યુતર ધારાસભ્યએ વાળ્યો હતો. શહેરની ભાવસિંહજી હોસ્પિટલમાં તબીબો અપુરતા હોવાના કારણે દદ}આે હેરાન થાય છે તેથી તે અંગેની વ્યવસ્થા ગોઠવવા માંગ કરવામાં આવતા તેમણે યોગ્ય કરવાની ખાત્રી આપી હતી.

ચેમ્બર દ્વારા સોની વેપારીને મદદ

પોરબંદર સોનીજ્ઞાતિના પ્રમુખ વિનુભાઇ પાલાને ત્યાં દુકાનમાંથી દાગીનાની ઉઠાંતરી થઇ હતી જેમાં પોલીસ ફરિયાદ વગર જ પોલીસ દ્વારા ચેમ્બરની દરમિયાનગીરીથી મદદ કરીને દાગીના પરત અપાવીને મદદ કરી હતી તેમ પણ જણાવાયું હતું.

આગેવાનોની ઉપિસ્થતી

પોરબંદરના યુવા વૈષ્ણવાચાર્ય પૂ.ગો.108શ્રી જયવંભમહોદયશ્રીએ સ્નેહમિલન કાર્યક્રમમાં આશિર્વચન પાઠવ્યા હતા. આ કાર્યક્રમમાં પાલિકા પ્રમુખ અશોકભાઇ ભાદ્રેચા, પૂર્વઉપપ્રમુખ સરજુભાઇ કારીયા, કલેકટર મુકેશ પંડયા, એડીશ્નલ કલેકટર મહેશ જોશી સહિત નિમંત્રીતો અને વેપારીઆે ઉપિસ્થત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન એડવોકેટ ભરતભાઇ લાખાણીએ કર્યુ હતું.

સમગ્ર આયોજનને સફળ બનાવવા પોરબંદર ચેમ્બર પ્રમુખ જીજ્ઞેશ કારીયા, ઉપપ્રમુખ ભરતભાઇ પાંઉ, સેક્રેટરી ભરતભાઇ લાખાણી સહિત ટીમે જહેમત ઉઠાવી હતી.

હું પોરબંદરના વિકાસનો ભાગીદાર હતો, છું અને રહીશ!

ધારાસભ્é બાબુભાઇ બોખીરીયાએ તેમના પ્રવચનમાં પોતાની સામે આક્ષેપો કરનારાઆેને આડેહાથ લેતા એવું જણાવ્éું હતું કે, હું પોરબંદર શહેર અને જીલ્લાના વિકાસનો ભાગીદાર હતો, છું અને હંમેશને માટે રહીશ.!

પોરબંદરમાં પહેલી વખત સ્પા ની સુવિદ્યા મળશે

મેટ્રાેસીટીમાં અને વિદેશમાં સ્પાનું વધુ મહત્વ રહેલું છે અને પોરબંદરવાસીઆે સ્પા કરાવવા માટે રાજકોટ અને અમદાવાદ સુધી જતા હોય છે ત્યારે પહેલીવખત જ પોરબંદરમાં સી-વ્યુ શોપીગ મોલમાં સ્પાની સુવિદ્યા મળશે તેવી જાહેરાત કરવામાં આવી હતી અને પોરબંદરમાં સ્પાની સુવિદ્યા દરિયાકાંઠે ઉપલબ્ધ થવાની હોવાથી તેની ખુશી વ્éકત કરી હતી.

Comments

comments