પોરબંદરની જુની કોર્ટ કમ્પાઉન્ડમાં પરપ્રાંતીયો દ્વારા બિભત્સ હરકતો

December 6, 2018 at 2:19 pm


પોરબંદરની જુની કોર્ટ કમ્પાઉન્ડમાં પરપ્રાંતિયો અર્ધનગ્ન અવસ્થામાં બિભત્સ હરકતો કરતા હોવાની ફરિયાદ ચીફ આેફિસરને કરવામાં આવી છે.
પોરબંદરએ ગાંધી અને સુદામાજીની ભૂમિ તરીકે સુવિખ્યાત અને પ્રવાસન સ્થળ હોવાથી અહી દરરોજ દેશ-વિદેશના અનેક પર્યટકો મુલાકાત લેતા હોય છે. આ ઉપરાંત અનેક પરપ્રાંતિયો અહી વસવાટ કરે છે ત્યારે પોરબંદરના જુની કોર્ટ કમ્પાઉન્ડમાં આવેલા જાહેર શૌચાલય અને બાથરૂમમાં પરપ્રાંતિયો દ્વારા બિભત્સ હરકતો થતી હોવાની ફરિયાદ ચીફ આેફિસરને કરવામાં આવી છે. પોરબંદરના એડવોકેટ અકબરભાઈ સેલોતે પાલિકાના ચીફ આેફિસરને કરેલી ફરિયાદમાં જણાવ્યું છે કે જુની કોર્ટ કમ્પાઉન્ડમાં આવેલા બાથરૂમ અને શૌચાલયની બહાર ખૂલ્લા વિસ્તારમાં અનેક પરપ્રાંતિયો અર્ધનગ્ન હાલતમાં નહાતા અને બિભત્સ હરકતો કરતા નજરે પડે છે જેને કારણે મહિલાઆેને ત્યાંથી પસાર થવું પણ મુશ્કેલ બને છે. આ શખ્સોને કોઈ સમજાવવા જાય તો ”હમ ઐસે હી નહાયેંગે” તેવું જણાવી દે છે. આ કોર્ટ કમ્પાઉન્ડમાં ઈ-ધરા કેન્દ્ર સહિત નોટરી અને સરકારી કામકાજ માટેની આેફિસો હોય ત્યારે અહી આવતા અનેક અરજદારો ખાસ કરીને મહિલાઆે પરપ્રાંતિયોને કારણે મુશ્કેલીમાં મૂકાઈ જાય છે. જેથી આ બાબતને ધ્યાન પર લઈ તાત્કાલીક યોગ્ય કાર્યવાહી કરી, લોકોને પડતી મુશ્કેલીઆે દૂર કરવા એડવોકેટે માંગ કરી છે.

Comments

comments

VOTING POLL