પોરબંદરની પાંચ બોટ અને ૩૦ ખલાસીના પાક. મરીન દ્રારા અપહરણ

February 3, 2018 at 1:14 pm


પાક. મરીન સીકયુરીટી એજન્સીએ ફરી નાપાક હરકત કરીને પોરબંદરની પાંચ ફીશીંગ બોટ અને ૩૦ ખલાસીઓને બંદુકના નાળચે ઉઠાવી લીધા છે. બનાવની વિગત એવી છે કે, આંતરરાષ્ટ્ર્રીય દરિયાઇ જળસીમા નજીક સૌરાષ્ટ્ર્રની કેટલીક ફીશીંગ બોટો ગ્રુપમાં માછીમારી કરતી હતી ત્યારે અચાનક ત્રાટકે પાક. મરીન સીકયુરીટી એજન્સીએ મશીનગનના નાળચે શરણે આવવાની ફરજ પાડી હતી તેથી પોરબંદરની પાંચ ફીશીંગ બોટો અને તેના ૩૦ ખલાસીઓને ફરજીયાતપણે તેમના તાબે થવું પડયું હતું અને આ બોટો સહિત ખલાસીઓને ઉઠાવી જવાયા છે. અબજો રૂપિયાની ફીશીંગ બોટો પાક.ના જુદા–જુદા બંદરો ઉપર ભંગાર હાલતમાં ફેરવાઇ રહી છે છતાં મુકત કરાવવામાં સફળતા મળી નથી ત્યારે વધુ ફીશીંગ બોટોના અપહરણથી માછીમાર આગેવાનોમાં પણ આક્રોશ જોવા મળ્યો છે

Comments

comments

VOTING POLL