પોરબંદરની બે પોસ્ટઆેફીસ બંધ કરવાની હીલચાલ સામે વિરોધ વંટોળ ઉઠવા પામ્યો છે અને તે અંગે અમદાવાદ ચીફ પોસ્ટમાસ્તર જનરલને રજુઆત થઇ છે.

February 1, 2018 at 1:25 pm


પોરબંદર શહેરમાં આવેલી ઉદ્યાેગનગર મીલપરા બ્રાન્ચ બંધ કરવાની તંત્ર દ્વારા તજવી પેરવી ચાલુ થતાં હજારો લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડશે અને નાગરીકોને નાના એવા કામ માટે દુર સુધી ધક્કા થશે. ઉદ્યાેગનગરના જુદા-જુદા અનેક નાના-મોટા કારખાનાઆે તેમજ અનેક નાની મોટી સોસાયટીઆેનો વસવાટ હોવાથી અને પોરબંદરનો વ્યાપ વધતો હોવાથી સ્વભાવિક રીતે લોકોની જરૂરીયાતો વધતી હોય અને પોરબંદર જીલ્લા કક્ષાએ જે સુવિદ્યાઆે લોકોને મળવી જોલઇએ તે પુરતા પ્રમાણમાં મળવાને બદલે જે સુવિદ્યા છે તેને બંધ કરવાની વૃતી ખેદજનક છે. પોરબંદરની અનેક બ્રાન્ચોમાં લોકોની ખુબ જ ભીડ હોય છે અને અનકે સીનીયર સીટીજનો અને પોરબંદરના નાગરીકો પોસ્ટતંત્રની જુદી-જુદી સેવાનો લાભ મેળવે છે જેથી પોરબંદરની કોઇપણ બ્રાન્ચો બંધ કરવાની જરૂર નથી તે હકીકત છે. જીલ્લાની દ્રિષ્ટએ જે સેવાઆે હોવી જોઇએ તેના પ્રમાણમાં બધુ બરાબર ચાલે છે જેથી પોરબંદર નગરજનોવતી રજુઆત કરીને આંદોલનની પણ ચેતવણી સામાજીક કાર્યકર દિલીપ મશરૂએ આપી છે.

Comments

comments