પોરબંદરની સરકારી કચેરીઓ અને શાળાઓમાં ધુમ્રપાન સામે ધરણાં

February 15, 2018 at 2:04 pm


પોરબંદરની સરકારી કચેરીઓ અને શાળાઓમાં ધુમ્રપાન પર પ્રતિબંધની માંગ સાથે જનતા જનાર્દન પાર્ટી દ્રારા ધરણાં કરવામાં આવ્યા હતા.
જનતા જનાર્દન પાર્ટી દ્રારા જિલ્લા કલેકટરને લેખિત આવેદનપત્ર પાઠવીને રજુઆત કરી હતી કે, યારે સરકારી કચેરીઓમાં તમાકુ–ધુમ્રપાન ઉપર સરકાર દ્રારા જ પ્રતિબધં ફરમાવવામાં આવ્યો છે ત્યારે પોરબંદરની સરકારી કચેરીઓમાં પાન–માવા, સીગરેટ પ્રતિબધં હોવા છતાં અનેક સરકારી બાબુઓ જ પાન ચાવતા નજરે ચડે છે. આથી આવા પાન–માવા અને ધુમ્રપાનના વ્યસની સરકારી કર્મચારીઓ સામે કડક હાથે પગલા લેવા માંગ કરી હતી.
જનતા જનાર્દન પાર્ટીના રાષ્ટ્ર્રીય સચીવ ભાર્ગવ જોષી, રાયસચીવ માલદે પાંડાવદરા, જિલ્લા પ્રમુખ પુંજાભાઈ કેશવાલા સહિતના સભ્યો દ્રારા આજથી જિલ્લા સેવા સદન–૧ સામે અહિંસક ઉપવાસ આંદોલન સાથે ધરણાં કર્યા હતા અને તાત્કાલીક સરકારી કચેરીઓમાં થતું ધુમ્રપાન–તમાકુ સેવન અટકાવવાની માંગણી કરી હતી. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે અમુક શાળાઓમાં શિક્ષકો પાન–માવાના વ્યસની છે તેથી વિધાર્થીનીઓ ઉપર પણ તેની ખરાબ અસર થાય છે માટે સરકારે કડક કાર્યવાહી કરવી જોઈએ.

Comments

comments

VOTING POLL