પોરબંદરની હેડપોસ્ટ આેફીસ ખાતે પોસ્ટ પેમેન્ટ બેંકનો પ્રારંભ

September 10, 2018 at 1:42 pm


પોરબંદરની હેડપોસ્ટ આેફીસ ખાતે પોસ્ટ પેમેન્ટ બેંકનો પ્રારંભ થયો છે જેમાં 1ર9 ખાતા પ્રથમ દિવસે ખુલ્યા હતા.ઇન્ડીયા પોસ્ટ પેમેન્ટસ બેન્ક (આઇપીપીબી)ની સ્થાપના ભારતીય ટપાલ વિભાગ, સંચાર મંત્રાલય દ્વારા ભારત સરકારની 100 ટકા ભાગીદારી સાથે કરવામાં આવી છે અને તે આરબીઆઇના નિયમોને આધિન છે. ભારતીય ટપાલ વિભાગે પોરબંદર સહિત સમગ્ર દેશમાં ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટસ બેંક (આઇપીપીબી)ની 6પ0 શાખાઆે અને 3250 એકસેસ પોઇન્ટસનો પ્રારંભ કર્યો. રાષ્ટ્રીય સ્તરે ઉદઘાટન સમારોહની અધ્યક્ષતા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવી. રાષ્ટ્રવ્યાપી ઉદઘાટન સમારંભમાં સૌરાષ્ટ્ર અને કચ્છ પ્રદેશની 1ર શાખાઆે (દરેક જીલ્લામાં 1 શાખા) અને 60 એકસપ્રેસ પોઇન્ટસનો સમાવેશ થાય છે. રાષ્ટ્રીય સ્તરે ઉદઘાટન સમારંભ નવી દિલ્હમાં શરૂ થયો અને તેની પહેલા શાખા/એકસેસ પોઇન્ટનો ઉદઘાટન સમારંભ સ્થાનિક સ્તરે કરવામાં આવ્યો. પોરબંદર વિસ્તારનો ડીવીઝન સ્તરીય ઉદઘાટન સમારંભ પોરબંદરના હેડ પોસ્ટ આેફીસના પ્રાંગણમાં થયો. પોરબંદર જીલ્લામાં પાંચ પોસ્ટ આેફીસનો સમાવેશ થયેલ જેમાં બ્રાંચ તરીકે હેડ પોસ્ટઆેફીસ અને એકસેસ પોઇન્ટ સ્તરીય ઉદઘાટન સમારંભ માણાવદર સબ પોસ્ટ આેફીસ, બુરી, ગલવાવ અને સુલતાનાબાદ ગામોમાં થયો અને આ દિવસે કુલ 1ર9 ખાતા ખોલવામાં આવેલ હતા.
ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટસ બેન્ક બેિન્કંગ અને નાણાકીય સાક્ષરતાના ક્ષેત્રે નવી ક્રાંતિનું નેતૃત્વ કરે છે. આઇપીપીબીનું સૂત્ર ”આપકા બેંક આપકે દ્વાર” છે. આની સેવાઆેનો લાભ શાખાઆે, એકસેસ પોઇન્ટ, મોબાઇલ એિપ્લકેશન દ્વારા અને ગ્રાહકોની વિનંતી પર તેમના ઘરના બારણે ફીલ્ડ સ્ટાફ દ્વારા સંચાલીત માઇક્રાે એટીએમથી લઇ શકાય છે. આઇપીપીબીમાં એસએમએસ બેંકિંગ, મિસ્ડકોલ બેંકિંગ, અને ફોન બેિન્કંગ જેવી સુવિદ્યાઆે પણ ઉપલબ્ધ છે. આ બાયોમેટ્રિક પ્રમાણીકરણ અને આધાર નંબર દ્વારા ડિજિટલ વ્યવહારોને પ્રાેત્સાહન આપશે. આઇપીપીબીને પોસ્ટ આેફિસોની સમગ્ર ભારતમાં પહાેંચ અને પોસ્ટ આેફીસ પર જાહરે જનતાના વિશ્વાસનો લાભ મળશે. તે સામાન્ય બેંકિગ, ચુકવણી અને રવાનગી સેવાઆે પ્રદાન કરીને નાણાકીય સમાવેશમાં સહાય કરશે. તે તૃતીય-પક્ષ નાણાકીય સવિર્સ પ્રાેવાઇડર્સ સાથે કરાર કરીને વીમો, મ્યુચ્યુઅલ ફંડ, લોન વગેરે સેવાઆેનો લાભ આપશે અને ગ્રામીણ વિસ્તારોમાં બેન્કીગ સેવાઆેથી વંચિત લોકો તથા સમય અને વાહન વ્યવહારની સુવિદ્યાઆે તથા જાણકારીના અભાવે બેકીગ સેવાઆેના યોગ્ય ઉપયોગથી વંચિત લોકો ઉપર વિશેષ ધ્યાન કેિન્દ્રત કરશે. તે દેશભરમાં નાણાકીય અને ડિજિટલ સાક્ષરતાના પ્રચાર-પ્રસારમાં મદદ કરશે. લોકોમાં પહાેંચની દ્રિષ્ટએ તે વિશ્વની સૌથી મોટી બેન્ક બનશે અને તે સમયાંતરે ભારત દેશ અને કેશલેસ અથર્તંત્ર તરફ આગળ વધવામાં મદદ કરશે તેમ પોરબંદરના અધિક્ષક ડાકઘરે જણાવ્éું છે.

Comments

comments