પોરબંદરની ૯ ગ્રામપંચાયતોમાં ૭૪.૮૫ ટકા મતદાન

February 5, 2018 at 1:21 pm


પોરબંદરની ૯ ગ્રામપંચાયતોમાં ૭૪.૮૫ ટકા મતદાન થયું છે અને શાંતિપૂર્ણ રીતે ચૂંટણી સંપન્ન થતા તંત્રને રાહત થઈ છે.
૯ ગ્રામપંચાયતોનું કુલ મતદાન
૨૦૧૮ ની પોરબંદર તાલુકાની ૯ ગ્રામપંચાયતોની સામાન્ય ચૂંટણીમાં કુલ ૧૬,૦૩૮ મતદારોમાંથી ૧૨,૦૦૫ લોકોએ મતદાન કરતા કુલ ૭૪.૮૫ ટકા જેવું માતબર મતદાન થયું હતું, જેમાં ૬૫૯૮ પુરૂષો અને ૫૪૦૭ ીઓએ ઉત્સાહભેર મતદાન કર્યું હતું અને કુલ ૭૮.૨૭ ટકા પુરૂષોનું અને ૭૧.૦૭ ટકા ીઓએ મતદાન કરી લોકશાહીના પર્વને દીપાવ્યું હતું.
પોરબંદર તાલુકામાં થયેલ કુલ મતદાન
જિલ્લાના પોરબંદર તાલુકાની ૩ ગ્રામપંચાયતની ચૂંટણી યોજાઈ હતી. કુલ ૮૨૫૯ મતદારો નોંધાયા હતા જેમાંથી ૩૨૩૧ પુરૂષો અને ૨૫૫૬ ીઓ મળી કુલ ૫,૭૮૭ લોકોએ મતદાન કરતા કુલ ૭૦.૦૭ ટકા મતદાન નોંધાયું હતું. ૭૪.૨૯ ટકા પુરૂષોએ અને ૬૫.૩૭ ટકા ીઓએ મતદાન કર્યું હતું.
કુતિયાણા તાલુકામાં થયેલ કુલ મતદાન
જિલ્લાના કુતિયાણા તાલુકાની ૬ ગ્રામપંચાયતની ચૂંટણી યોજાઈ હતી. કુલ ૭૭૭૯ મતદારો નોંધાયા હતા જેમાંથી ૩૩૬૭ પુરૂષો અને ૨૮૫૧ ીઓ મળી કુલ ૬,૨૧૮ લોકોએ મતદાન કરતા કુલ ૭૯.૯૩ ટકા મતદાન નોંધાયું હતું. જેમાં કુતિયાણા તાલુકાના માલ ગામે ૯૨.૫૯ ટકા, કવલકાનું ૮૬.૬૩ ટકા, અમર ગામે ૮૧.૭૪ ટકા, જમરા ગામે ૮૦.૮૯ ટકા, અમીપુર ગામે ૭૫.૩૮ ટકા અને દેવડા ગામે ૭૩.૬૦ ટકા મતદાન થયું હતું.

Comments

comments

VOTING POLL