પોરબંદરમાં અખંડ રામધુનનો બાવનમાં વર્ષમાં થશે પ્રવેશ

April 16, 2018 at 3:42 pm


પોરબંદરમાં પ્રેમભિક્ષુજી મહારાજે શરૂ કરેલી અખંડ રામધુનનો બુધવારે બાવનમાં વર્ષમાં પ્રવેશ થશે.પરમ પૂજ્ય સદ્ગુરૂ દેવશ્રી પ્રેમભિક્ષુજી મહારાજ પ્રેરિત નરશી મેઘજી રામનામ સંકિર્તન મંદિરમાં અખંડ રામધૂન 51 વર્ષ પૂર્ણ કરીને 52 મા વર્ષમાં પ્રવેશ પ્રસંગે પાટોત્સવની ઉજવણીનું આયોજન તા. 18/4 ને બુધવારે અખાત્રીજના રોજ કરવામાં આવેલ છે. જેમાં સર્વે ભક્તોને લાભ લેવા જાહેર નિમંત્રણ પાઠવાયું છે. આ ઉપરાંત સંકિર્તન મંદિરમાં દર માસના પ્રથમ શનિવારે રાત્રે 9 થી 12 વિશેષ સંગીતમય રામધૂનમાં ઉપિસ્થત રહેવા એક યાદીમાં જણાવ્યું છે.

Comments

comments

VOTING POLL