પોરબંદરમાં અસંગઠિત શ્રમયોગીઆે માટેની પેન્શન યોજનાનો આરંભ

December 2, 2019 at 2:49 pm


Spread the love

પોરબંદરમાં 18 થી 40 વર્ષના અસંગઠિત શ્રમયોગીઆે માટેની પેન્શન યોજનાનો આરંભ થયો છે ત્યારે ધારાસભ્યની ઉપિસ્થતીમાં કાર્યક્રમ યોજાયો હતો.
પોરબંદર જિલ્લા પંચાયતના સભાખંડ ખાતે પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના અને પ્રધાનમંત્રી લઘુ વ્યાપારી માનધન યોજના હેઠળ અસંગઠિત શ્રમયોગીઆેની નાેંધણી સંદર્ભે પેન્શન સપ્તાહ કાર્યક્રમનો શુભારંભ કરાયો હતો જેમાં ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયાની ઉપિસ્થતીમાં શ્રમયોગીઆેને પેન્શન યોજનાના પ્રમાણપત્રો અર્પણ કરાયા હતા.
આ પ્રસંગે કાર્યક્રમમાં ઉપિસ્થત રહેલા ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયાએ જણાવ્éું કે, વર્તમાન સરકાર આિથર્ક રીતે નબળા લોકોની ચિંતા કરે છે. જેથી 18 થી 40 વર્ષ સુધીના અસંગઠિત શ્રમયોગીઆેએ પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજનામાં અને છુટક વ્યાપારી, દુકાનદાર અથવા સ્વરોજગાર મેળવતી વ્યકિતઆેએ પ્રધાનમંત્રી લઘુ વ્યાપારી માનધન યોજનામાં નાેંધણી કરાવવી જોઇએ. જિલ્લા પંચાયતના પ્રમુખ નીલેશ મોરીએ જણાવ્éું કે, અસંગઠિત શ્રમયોગીઆેએ પેન્શન યોજનાનો લાભ લેવો જોઇએ. રીક્ષાચાલક વગેરે છુટક મજુરી કરતા લોકોએ આ યોજનાનો લાભલ ેવો જોઇએ તથા અન્ય અસંગઠીત શ્રમયોગીઆેને પણ લાભ લેવા સલાહ આપવી જોઇએ.
આ પ્રસંગે કલેકટર ડી.એન. મોદીએ કહ્યું કે, ઉદ્યાેગપતિઆે, મોટા વેપારીઆેએ પણ પોતાને ત્યાં કામ કરતા અસંગઠીતોને સરકારની પેન્શન યોજનામાં સહભાગી થવા સલાહ આપવી જોઇએ. વધુને વધુ અસંગઠિત શ્રમયોગીઆેએ આ યોજનામાં જોડાય તે માટે અમે પ્રયત્નશીલ છીએ. ઇન્ચાર્જ મદદનીશ શ્રમ આયુકત પોરબંદર ડી.જે. વડગામાએ પ્રધાનમંત્રી માનધન યોજના અને પ્રધાનમંત્રી લઘુ માનધન યોજના વિશે વિસ્તારથી સમજ પુરી પાડી હતી. તથા જણાવ્éું કે, પોરબંદર જિલ્લામાં પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના અને પ્રધાનમંત્રી લઘુ વ્યાપારી માનધન યોજના હેઠળ અસંગઠિત શ્રમયોગીઆેની નાેંધણી કરાવવા 136 કોમન સવિર્સ સેન્ટર શરૂ કરાયા છે.
જિલ્લાકક્ષાના આ શુભારંભ કાર્યક્રમમાં પોરબંદર નગરપાલિકાના પ્રમુખ અશોક ભદ્રેચા, છાંયા નગરપાલીકા પ્રમુખ ગીતાબેન રામદતી,તાલુકા પંચયાતના પ્રમુખ આવળાભાઇ આેડેદરા, તાલુકા પંચાયતના પૂર્વપ્રમુખ વિરમભાઇ કારાવદરા, જિલ્લા વિકાસ અધિકારી વી.કે. અડવાણી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એસ.ડી. ધાનાણી, પ્રાંત અધિકારી કે.વી. બાટી સહિત સબંધિત અધિરીઆે, કર્મચારીઆે તથા બહોળી સંખ્યામાં શ્રમયોગીઆે ઉપિસ્થત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન જલ્પાબેન ગઢેચા (લાખાણી) એ કર્યુ હતું.
પેન્શન યોજનાનો લાભ લેવા અપીલ
આ પેન્શન યોજનાનો લાભ લેવા માટે અપીલ કરતા જણાવાયું હતું કે, આધારકાર્ડ, બેન્ક પાસબુકની ઝેરોક્ષ તથા મોબાઇલ સાથે રાખવો જેથી આેટીપી નબર મળી શકે. પ્રથમવાર હપ્તો રોકડેથી કરવો ત્યારબાદ હપ્તા બેંક થકી જમા થઇ જશે. અસંગઠિત શ્રમયોગીઆે કે જેમની માસિક આવક રૂા. 1પ હજાર કે તેથી આેછી હોય તથા ઉમર 18 થી 40 વર્ષ સુધીની હોય તે શ્રમયોગીઆે આ પેન્શન યોજનામાં જોડાય શકે છે. આ ઉપરાંત પ્રધાનમંત્રી લઘુ વ્યાપાર માનધન યોજનાનો લાભલ ેનાર લાભાથ} છુટક વ્éાપારી, દુકાનદાર અથવા સ્વરોજગાર મેળવતી વ્યકિત હોવી જોઇએ. ઉમર 18 થી 40 વર્ષ વચ્ચે હોવી જોઇએ. વાર્ષિક ટર્ન આેવર રૂા. 1.50 કરોડ અથવા તેનાથી આેછું હોવું જોઇએ.